Elnews, Panchmahal:
કાયદાઓની જટીલતા સરળ બનાવવા માટે સીનેમા નાં માધ્યમની જરૂર પડતી હોય છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને પંચમહાલ જિલ્લામાં ફિલ્મ જગતમાં ઝળહળતું નામ એટલે જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મુવિઝ નાં સંસ્થાપક, ઇમ્પા એસોસિયેશન નાં મેમ્બર અને અત્યાર સુધી સફળ ૪ સફળ ગુજરાતી ફિલ્મો આપી ચુકેલા દિગ્ગજ ફિલ્મ નિર્માતા જગદીશ ચંદ્ર બારીયા ની આગામી પેશકશ “લેન્ડ ગ્રેબિંગ” થોડાક જ દિવસોમાં સોનેરી પડદાં ઉપર ચમકશે.
૪ ફેબ્રુઆરી ૨૦૨૩ નાં રોજ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ નું યુટ્યુબ નાં માધ્યમ થી રીલિઝ કરવામાં આવ્યું છે.
ગુજરાતી ફિલ્મ જગતમાં આ પ્રકારની પહેલી ફિલ્મ હશે એવું કહેવામાં અતિશયોક્તિ નહીં અને દર્શકો નો સાથસહકાર અને પ્રતિસાદ સારો રહ્યો તો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવે તેવી ફિલ્મ છે “લેન્ડ ગ્રેબિંગ”…
આ ફિલ્મ વિશે જણાવતાં ફિલ્મ નિર્માતા જગદીશ ચંદ્ર બારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેહલાનો સમય એવો હતો કે કલાકારો ને શોધવા પડતા હતા જયારે હાલ ઇંટરનેટ નાં જમાના માં ટેલેંટેડ કલાકરો ઘરે ઘરે જોવા મળે છે ત્યારે એવું કહિ શકાય કે નવા નવા કલાકારો અને એમના દ્વારા બનાવવામાં આવતી નવી નવી વસ્તુઓ લોકો ને પણ જોવાનું પસંદ આવે છે. તો ચોક્કસ આવનારા સમય માં પંચમહાલ જીલ્લામાં ફિલ્મ જગત વિશે આશાનું કિરણ જોઇ શકાય છે.
તેમણે ઉમેર્યું હતું કે “લેન્ડ ગ્રેબિંગ” એ સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા ની વાત છે. સરકારે લેન્ડ ગ્રેબિંગ કાયદો બનાવ્યો છે એવા લોકો માટે કે જેઓ ગરીબ છે, જેમની જમીન પચાવી પાડવામાં આવી છે તેવા લોકો ને આ કાયદા થકી યોગ્ય ન્યાય મળે. પણ ચિત્ર તો કંઈક બીજું જ છે આ કાયદા નો લાભ જેને લેવો જોઈએ તે નથી લેતા જ્યારે લે ભાગુઓ- માલેતુજારો આ કાયદાની છટકબારી શોધી ને સાંઠ ગાંઠ થી કાયદાનો દુરૂપયોગ કરી રહ્યા છે. કોઇક સમાજના એક સમૂહ નાં લોકો જમીન પચાવી પાડી અને પછી તેની ઉપર હક જમાવતાં હોય તે વ્યથાને આ ફિલ્મ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તો આ ફિલ્મ નાં માધ્યમ થી આ એક સંદેશ લોકો સુધી પહોંચશે અને દર્શકો ને આ કાયદાનું યોગ્ય જ્ઞાન પણ મળે તેવો અમારો આશય છે. તેમજ આ ફિલ્મ માં ગાયોની તસ્કરીના સીન પણ લેવામાં આવ્યા છે જેમાં પણ સસ્પેન્સ છે.
સંગીત ક્ષેત્રે દેશ-વિદેશમાં ખૂબ જાણીતું નામ ઉમેશ બારોટ આમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમજ ગુજરાત નાં નાના પાટેકર કહેવાતાં ચેતન દૈયા, તેમજ ઇન્ડસ્ટ્રી માં ચુલબુલી અભિનેત્રી તરીકે પ્રખ્યાત ઝીલ જોષી, તેમજ દિપા ત્રિવેદી ભાભી નાં પાત્ર માં જોવા મળશે. તેમજ કેટલાક લોકલ કલાકારોએ પણ લેન્ડ ગ્રેબિંગ ફિલ્મ માં ખુબ સારી મહેનત કરી છે.
માર્ચ ૨૦૨૩ માં આ ફિલ્મ સોનેરી પડદાં પર ચમકશે તમામ લોકોને સસ્પેન્સ – થ્રિલર મૂવી ની સાથે કાયદા ની સમજણ આપશે. પણ હવે જોવાનું એ છે કે આ સિનેમા નાં માધ્યમ થી પર્ટીક્યુલર એકાદ સમાજને જમીન પચાવી પાડનાર ચીતરવામાં આવ્યાં છે તે યોગ્ય છે? તેમજ ગાયો ની તસ્કરી નાં સીન શું સામાજિક એક્તા ને વધારશે કે કેમ એ જોવું રહ્યું તેવું ફિલ્મ નિર્માતા એ જણાવ્યું હતું…
Film Basic Information:
પ્રસ્તુત કરતા….
જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મૂવી
પ્રોડ્યૂસર – જગદીશચંદ્ર.બી. બારીઆ
ડિરેક્ટર -હરીશ બારીઆ / કદિર સૈયદ
સ્ટોરી-જગદીશચંદ્ર.બી.બારીઆ
સ્ક્રીન પ્લે એન્ડ ડાયલોગ – હરીશ બારીઆ
લિરિક્સ- પી.પી.બારીઆ
એસોસિએટ ડિરેક્ટર -જયેશ ભાઈ (લુણાવાડા )
આસિસ્ટન્ટ ડિરેક્ટર -કૌશલ
ડી. ઓ. પી. – હિતેશ બેલદાર
આસિસ્ટન્ટ d. ઓ. પી.-પરેશ ભાઈ પટેલ
કેમેરા એટેન્ડેન્ટ -જીતુ ભાઈ
કેમેરા એટેન્ડેન્ટ -અતુલ ભાઈ
સ્ટીલ ફોટોગ્રાફર – યોગેશ પરમાર
મ્યુઝિક – મૌલિક મહેતા
કોરીઓગ્રાફર – રામદેવન,દીપ તૂરી
એકશન – હુસેન માસ્ટર, પરવેઝ માસ્ટર
સાઉન્ડ ઓપરેટર – વરુણ કલ્પનાથ
આર્ટ ડિરેક્ટર – રજાકભાઈ
– આસિસ્ટન્ટ- ધવલભાઈ
– મહેશભાઈ ડાંગી
પ્રોડકશન કોન્ટ્રોનલ – રજુ રેડ્ડી
પ્રો. આસિસ્ટન્ટ – દશરથ પટેલ
પ્રો. આસિસ્ટન્ટ – લોરેન્સ (ગોધરા)
લોકલ પ્રોડક્શન – કીર્તિરાજ બારીઆ (ગોધરા)
મેકઅપ – શૈલેષ. બી.ગોહેલ (કિલકિલાટ)
મેકઅપ આસિસ્ટન્ટ-વિપુલભાઈ
હેર ડ્રેસર – અંજલિ (સાક્ષી)
લાઈટ ઇકવીપમેન્ટ- એમ.કે.લાઈટ એન્ડ ગ્રીપ પ્રોડક્શન (વડોદરા)
કેમેરા ઇકવીપમેન્ટ્સ – કાવ્ય ફિલ્મ્સ મુંબઈ.
જનરેટર – ઝહીર સૈયદ
લાઈટ મેન – રણજીતભાઇ
– નગીનભાઈ
– રમેશભાઈ
– રાહુલભાઈ
– રાકેશભાઈ
– કેતનભાઈ
ડ્રેસ ડિઝાઈનર – નિલેશભાઈ
ડ્રેસ મેન – જગદીશભાઈ
ડ્રેસ મેન – જીતુ
સ્પોટ મેન – નર્વતભાઈ (સ્પોટ મેન )
– મહેશભાઈ
– કેતનભાઈ
– ઉમેશભાઈ
– પ્રવીણભાઈ
– દિનેશભાઇ (ચ્હા )
ટ્રાન્સપોર્ટ – કમલેશ બેલદાર
ડ્રાઈવર ટીમ – શૈલેષભાઇ
– પ્રકાશભાઈ
– લક્ષમણભાઇ
– રવિ બેલદાર
– ટીનાભાઈ
– હર્ષદભાઈ
– જયદીપભાઈ
– પીન્ટુભાઇ
cantin- રવિભાઈ મહારાજ
– ભાવનાબેન
– દિનેશભાઇ
– કોકિલાબેન
– પારૂલબેન
– સંજયભાઈ
– અમિતભાઇ
રેસિડેન્સ – બંજારા પાર્ટી પ્લોટ
– અશોકા હોટલ
ધોબી – રમીલાબેન