EL News, Panchmahal:
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૭૫ મું વર્ષ ચાલી રહ્યું છે જેના ભાગ રૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જિલ્લા દ્વારા જિલ્લા સંમેલન ” છાત્ર હુંકાર ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પંચમહાલ જિલ્લાના ખૂણે ખૂણે થી મોટી સંખ્યામાં છાત્ર શક્તિ એકત્ર થઈ આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન સત્ર, શોભાયાત્રા અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાની સમસ્યાને લઈને શૈક્ષણિક અને સામાજિક પ્રસ્તાવો પણ પારીત કરવામાં આવ્યા જેમકે સાથે સાથે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવીન ભવન ખાતે જલ્દીથી ડિપાર્ટમેન્ટ અને અન્ય સુવિધા શરૂ કરવામાં આવે, જિલ્લા માં સમરસ છાત્રાલય ફાળવવામાં આવે, યુનિવર્સિટી ગોધરા નગરથી દૂર હોવાથી બસની વ્યવસ્થા કરવામાં આવે, યુનિવર્સિટી જવાના માર્ગ પર ટોલ ટેકસ નાં પ્રશ્ન નું નિરાકરણ કરવામાં આવે, ગોધરામાં ફાળવવામાં આવેલ નવીન મેડિકલ કોલેજના ભવનનું કાર્ય વહેલી તકે શરૂ કરવામાં આવે, ગોધરા શહેર નું નામ બદલી ગૌ – ધરા કરવામાં આવે, દરેક તાલુકા સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી ફાળવવામાં આવે, યુવાનોના રોજગાર માટે વધુ ઉદ્યોગો સ્થાપવામાં આવે અને સ્ટાર્ટઅપ તરફ માર્ગદર્શન આપવામાં આવે, વગેરે જેવા પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, અભાવિપ ના પ્રદેશ મંત્રી કુ. યુતિબેન ગજરે, પ્રદેશ જનજાતિ કાર્ય સંયોજક સ્મિતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યાં.
પેપર લીક સામે રાજ્ય સરકારે કાયદો બનાવવા સર્વે કર્યો