Business, EL News:
Stock Market Opening: ભારતીય શેર બજાર (Indian Stock Market) ના પ્રી – માર્કેટ ઓપનિંગના સંકેતો પરથી એવી આગાહી કરવામાં આવી હતી કે આજે બજારો ઘટાડા સાથે ખુલશે (Stock Market Opening) અને આવું થયું છે. સેન્સેક્સ (Sensex) લગભગ 150 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને નિફ્ટી (Nifty) માં 18100 ની નીચે ટ્રેડિંગ ખુલ્યું. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. આજે બેંક નિફ્ટીની હિલચાલ પર નજર રાખવામાં આવશે.
આજે બજાર કેવુ ખુલ્યુ
આજે શેર બજારની શરૂઆત થતા જ BSEનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 144.02 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 60,834.73 પર ખુલ્યો હતો. આ સિવાય એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 24.95 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 18,093.35 પર ખુલ્યો છે.
સેંસેક્સ અને નિફ્ટીના શેરોની તસવીર
સેન્સેક્સના 30માંથી માત્ર 6 શેરો ઉપર છે અને 24 શેરો ડાઉન છે. નિફ્ટીના 50 શેરોમાંથી 9 શેરમાં વધારો ચાલુ છે અને 41 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટી 202 અંક અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 42530 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
આ પણ વાંચો…પઠાણ રિલીઝ-અમદાવાદના દરેક થિયેટરની બહાર તૈનાત પોલીસ
ક્યા શેરોમાં છે તેજી – ક્યા શેરમાં ઘટાડો
આઈસીઆઈસીઆઈ બેન્ક, મારુતિ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને એમએન્ડએમના 6 સેન્સેક્સ શેરોમાં તેજી જોવા મળી રહી છે જે શરૂઆતમાં ઝડપી ટ્રેડ કરી રહ્યાં છે. લાલ નિશાનવાળા શેરોમાં એચયુએલ, આઈટીસી, એલએન્ડટી, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટીસીએસ, વિપ્રો, નેસ્લે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, ટાઈટન, સન ફાર્મા, એચડીએફસી બેંક, પાવરગ્રીડ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ઘટાડા જોવા મળી રહ્યો છે.
પ્રી ઓપનમાં કેવી રહી બજારની ચાલ
પ્રી-ઓપનમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં હતા. બજારની પ્રી – ઓપનિંગમાં BSE સેન્સેક્સ 255.98 પોઈન્ટ એટલે કે 0.42 ટકાના ઉછાળા સાથે 60722.77 ના લેવલ પર હતો. તે જ સમયે, NSE નો નિફ્ટી 18.95 પોઈન્ટ એટલે કે 0.10 ટકાના ઘટાડા સાથે 18099.35 ના લેવલ પર રહ્યો હતો.