Ahmedabad, EL News:
અમદાવાદમાં યોજાઈ રહેલી ન્યૂઝિલેન્ડ ભારતની મેચના ટિકિટના ભાવ રુ. 500થી લઈને 10000 સુધીના છે. ગઈકાલથી જ ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે એક દિવસમાં અંદાજે 3000 આસપાસ ટિકિટો વેચાઈ ગઈ છે.
1 ફેબ્રુઆરી ના રોજ ક્રિકેટ મેચ
ક્રિકેટ મેચ અને તેમાં પણ ટી 20 મેચ હોય અને આ મેચ જો વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ એમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીમમાં હોય તો ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ આસમાને જોવા મળતો હોય છે. 1 ફેબ્રુઆરી ના રોજ ક્રિકેટ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહી છે ત્યારે આ મેચમાં અત્યાર સુધીમાં ઓનલાઈન ટિકિટ વેચાઈ રહી છે. 1 લાખથી વધુની ક્ષમતા ધરાવતા આ સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ યોજાવા જઈ રહી છે. મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકોએ ટિકિટ બુક કરાવવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો…કયું ફળ શરદી અને ઉધરસમાં ફાયદાકારક છે
ગુજરાતમાં રાજકોટ બાદ અમદાવાદમાં મેચ રમાઈ રહી છે. રાજકોટમાં આ પહેલા શ્રીલંકા સામે મેચ યોજવામાં આવી હતી ત્યારે ફરી એકવાર ક્રિકેસ રસીક ગુજરાતીઓ માટે અમદાવાદમાં કિવી સામે ઈન્ડિયાની મેચ યોજાઈ રહી છે. આ મેચ જોવા માટે ચાહકોમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટિકિટની કિંમત 500 રૂપિયાથી 10,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. 500, 1000, 2000, 2500, 4000, 6000 અને 10000 રૂપિયાની ટિકિટ મળશે. તેમાં પણ K-L અને Q બ્લોકની ટિકિટની કિંમત 500 રૂપિયા હશે. મેદાનની આસપાસના B-C-E-F બ્લોકની ટિકિટની કિંમત રૂ. 1000 છે.
આ બ્લોકની ટિકિટના ભાવ 4 હાજરથી 10 હજાર
રિલાયન્સ ડી-ઇ બ્લોક માટે ટિકિટની કિંમત 4000 રૂપિયા, અદાણી પેવેલિયન ટિકિટની કિંમત 6000 રૂપિયા છે. આર અને જે બ્લોકની ટિકિટની કિંમત રૂ. 2,000 અને રૂ. 2,500 નક્કી કરવામાં આવી છે. આ એવી જગ્યા છે જ્યાંથી ક્રિકેટનો નજારો સારી રીતે માણી શકાય છે. અદાણી બેન્ક્વેટ સીટની ટિકિટ માટે રૂ. 10,000 રુપિયા આપવા પડશે.