Ahmedabad, EL News:
અમદાવાદ: અમદાવાદના નહેરુબ્રિજ પરથી એક યુવકે સાબરમતીમાં કૂદીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસથી પસાર થતા લોકોએ તેને જોઈને યુવકને બચાવી લીધો હતો. એવું જાણવા મળ્યું છે કે વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને પોલીસે આગળ તપાસ શરુ કરી દીધી છે.
પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું નામ વિપુલ વિક્રમભાઈ વ્યાસ છે, જે ઓઢવમાં રહે છે. તેણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે ક્રિકેટના સટ્ટાના બુકીઓ પૈસાની ઉઘરાણી માટે તેને ધાકધમકી આપીને પરેશાન કરે છે. આ બુકીઓ નામ જિતુ થરાદ, સંદીપ ગુપ્તા, બુકી જૈન અને વિકી ગુપ્તા છે.
આ પણ વાંચો…રાજકોટમાં ધંધો કરતા ૪૭ વર્ષના પ્ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કમલેશને એક કરોડ રૂપિયાની જરૂર હતી, જેથી તેને વિપુલનું મકાન આ લોકો પાસે ગિરવે મૂકી દીધી અને પૈસા લીધા. પછી આ પૈસાની ઉઘરાણી માટે આ લોકો વિપુલને પરેશાન કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિપુલનું મકાન ગિરવે મૂકી જે રૂપિયા આવ્યા હતા તેમાંથી વિપુલને માત્ર 21 લાખ જ મળ્યા હતા, જયારે બાકીના બધા જ રૂપિયા કમલેશ જૈને લઈ લીધા હતા. વિપુલે જે લોકો વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે, તેઓ ક્રિકેટ સટ્ટાના મોટા બુકી છે. પોલીસે જણાવ્યું કે આડકતરી રીતે વિપુલ પણ સટ્ટાના ધંધામાં સંકળાયેલો છે.