Vadodara, EL News:
બરોડા ડેરીના પ્રમુખ પદેથી દિનેશભાઈ પટેલ (દિનુમામા) એ રાજીનામું આપ્યું છે. માહિતી મુજબ તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટરને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. નોંધનીય છે કે, દીનુમામા છેલ્લા આઠ વર્ષની બરોડા ડેરીના પ્રમુખ હતા.
ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ટિકિટ ન મળતા દીનુમામા ભાજપ સામે જ પાદરાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડ્યા હતા. જોકે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, દિનુમામાએ જણાવ્યું હતું કે, કોઈના ડરાવવાથી રાજીનામું નહિ આપ્યું. ડેરીના નિયામક મંડળે હજી સુધી રાજીનામું સ્વીકાર્યું નથી એવી માહિતી છે.
આ પણ વાંચો…ગુજરાતના નવા DGP કોણ બનશે ?
નોંધનીય છે કે, દિનેશ પટેલના ભાજપમાંથી રાજીનામા બાદ તાલુકા પંચાયત તૂટી હતી. ભાજપ શાસિત તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ પક્ષને પોતાના રાજીનામા મોકલ્યા હતા.
ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ રહ્યું હતું
વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ નીવડ્યુ હતું. એક સાથે બે દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા વડોદરાનું રાજકારણ ગરમાયુ હતું, જેથી સીઆર પાટીલ વડોદરા દોડી આવ્યા હતા અને નારાજ દિગ્ગજ નેતાઓને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માત્ર સતીષ નિશાળિયા જ માન્યા હતા, પરંતુ મધુ શ્રીવાસ્તવ અને દીનુમામાને મનાવવામાં ભાજપના નેતાઓ નિષ્ફળ ગયા હતા.