22.9 C
Gujarat
December 21, 2024
EL News

સૂરતમાં ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે

Share
Surat, EL News:

સૂરત શહેર અને જિલ્લામાં ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે

      સૂરત શહેર અને જીલ્લામાં પતંગ ઉત્સવ (ઉતરાયણ) ઉત્તરાયણના માહોલ વચ્ચે સૂરત શહેર અને જિલ્લામાં પતંગોના કારણે આકાશમાં અબોલ પક્ષીઓને દોરી થી ઈજાઓ ન થાય તે રીતે પતંગ ઉડાવવા તેમજ ચાઇનીઝ માઝા, દોરીનો ઉપયોગ ન કરવા પતંગ પ્રેમીઓને વન વિભાગના ડી.સી.એફ. શ્રી સચિન ગુપ્તા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Measurline Architects
               રાજય સરકાર દ્વારા અબોલ જીવના સંરક્ષણ માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સૂરત શહેરમાં પતંગની દોરીઓના કારણે ઘાયલ થયેલા પક્ષી પંખીઓને તુરંત સારવાર મળે તે માટે વન ભવન અડાજણ ખાતે ઘાયલ પક્ષી પંખી ની સારવાર અર્થે વન ભવન અડાજણ ખાતેવિશેષ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.
અને રાજ્ય સરકાર ની ૧૯૬૨ કરુણા અભિયાન હેઠળ ૬ જેટલી એમ્બ્યુલન્સ પણ આ દિવસોમાં સેવારત રહેશે.
શહેરમાં પંખીઓના રેસ્ક્યું માટે ખાસ હેલ્પ લાઈન નંબર ૯૯૦૯૭૩૦૦૩૦ નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ માટે કાર્યરત કરવામાં આવ્યો છે જે નંબર ઉપર ઘાયલ પક્ષી પંખી ના સારવાર માટે જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
            કરુણા અભિયાનમાં પશુપાલન વિભાગ અને ૧૨ જેટલી સામાજિક સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ છે અને તેઓના વોલિયન્ટર યુવાનો અને પશુ ચિકિત્સક પણ સેવા આપશે.
           સરકારી અને સંસ્થાકિય કુલ ૩૦ જેટલા સેન્ટર ઉપર પંખીઓ માટે સારવાર ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટી નવસારીના વેટરનરી તાલીમાર્થીઓ પણ સેવા આપશે.
        સૂરત શહેરમાં ૬ એમ્બ્યુંલન્સ અને પશુ ચિકિત્સકની સેવા ઉપલબ્ધ રહેશે.
          સૂરત શહેર માં ચોક બડેખાં ચકલાવિસ્તારમાં, અને પટેલ નગર સરકારી દવાખાના સેવામાં કાર્યરત રહેશે અને જીલ્લામાં તાલુકા કક્ષાના તમામ સરકારી પશુ સારવાર કેન્દ્રો ઉપર પણ રેસક્યું અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટ મનપામાં ૩૭ કર્મચારીઓએ આપ્યું સ્વૈચ્છીક રાજીનામું

elnews

ભાયલીના રામ ભક્ત 1100 કિલો સ્ટીલનો દીવો અયોધ્યા લઈ જશે

elnews

રાજકોટ – બિશ્નોઈના આપઘાતના કેસની તપાસ?

elnews

Leave a Comment

error: Content is protected !!