Vadodara:
અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં ATAL DEBATE COMPETITION 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નાં યુવકે ગુજરાત રાજ્ય માં ટોપ ૩ માં સ્થાન નિશ્ચિત કરી ગોધરા તેમજ પંચમહાલ જિલ્લાનું તેમજ વડોદરા મહાનગર નું નામ રોશન કર્યું હતું.
ભારતભરમાં યોજાયેલી ATAL DEBATE COMPETITION 2022 માં દરેક જિલ્લામાં થી વક્તાઓ એ ભાગ લીધો હતો. તેમાં ગોધરા નો યુવક આર્ષ પુરોહિત વડોદરા મહાનગર ખાતે ભાગ લીધો હતો. વડોદરા મહાનગર માં પ્રથમ સ્થાન નિર્ધારીત કરીને ગતરોજ કમલમ ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધા માં ટોપ ૩ માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
જેમાં યુવકે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસ નાં મુદ્દે વક્તવ્ય આપ્યું હતું. આ સ્પર્ધામાં ટોપ ૩ માં સ્થાન મેળવનાર વિજેતાઓને રાજ્ય નાં ગ્રૃહ મંત્રી હર્ષ સંઘવી નાં હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સ્પર્ધા ફક્ત વક્તૃત્વ સ્પર્ધા જ નહીં પરંતુ આ સ્પર્ધા નાં માધ્યમથી આવનારા સમયનાં પ્રતિનિધિ પસંદ કરવા માટે ની ફિલ્ટર પ્રોસેસ હતી.
ભારતભરમાં યોજાયેલી આ વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય કક્ષાએ ત્રીજું સ્થાન મેળવી પંચમહાલ જિલ્લાના ગોધરા નાં યુવકે વડોદરા મહાનગર નું પ્રતિનિધિત્વ કરીને પંચમહાલ અને વડોદરા નું નામ રોશન કર્યું છે.
Aarsh Purohit
Instagram https://instagram.com/aarsh.purohit?igshid=OGQ2MjdiOTE=
Facebook https://www.facebook.com/aarsh.purohit?mibextid=ZbWKwL
YouTube https://youtube.com/@aarshpurohit3431
LinkedIn https://www.linkedin.com/in/aarshpurohit
Twitter https://twitter.com/PurohitAarsh?t=HyldbKq2MUmzUL-b65Co3g&s=09