Food Recipes, EL News:
ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતીના ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ,કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ,માવા વાળી, ગોળ વાળી, ખાંડવાળી માંથી અલગ અલગ પ્રકારની સામગ્રી માંથી ચીકી બનતી હોય છે ને બધી ચીક્કીનો એક બીજાથી અલગ જ સ્વાદ લાગે છે
ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી
• બદામ 3/4 કપ
• કાજુ 3/4 કપ
• પિસ્તા 3-4 ચમચી
• પમકીન બીજ 3-4 ચમચી
• ઝીણો સમારેલો ગોળ 1 કપ
• એલચી પાઉડર 4 ચમચી
• ઘી 1-2 ચમચી
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત
ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવા ટુકડા કરી લ્યો અને કાજુ ના પણ બે ભાગ કરી લ્યો અથવા ટુકડા કરી નાખો અને પિસ્તા ના પણ કટકા કરી લ્યો અને પ્લેટફોર્મ અને વેલણ પર ઘી કે તેલ લગાવી લ્યો
હવે ગેસ પર કડાઈ માં ધીમા તાપે હલાવતા રહી બદામ ને શેકવા નાખો ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખો ને એને પણ ત્રણ ચાર મિનિટ શેકો, ત્યાર બાદ એમાં પિસ્તા ના કટકા અને પમકીન બીજ નાખી એને બે મિનિટ શેકી લ્યો શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લ્યો અને ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ગોળ ને ઓગળી લ્યો, ગોળ નો રંગ બદલી ને ડાર્ક થાય એટલે ગેસ સાવ ધીમો કરી પાણી વારા વાટકા માં ને ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો જો આરામ થી તૂટી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.