Ahmedabad, EL News:
ગુજરાતના અમદાવાદ શહેરના આંગણે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોર્યાસી એટલે કે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં 8 મી જાન્યુઆરીના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં ગુજરાત ભર માંથી 84 પેટાજ્ઞાતિના 11 ,000 બ્રાહ્મણોએ બ્રહ્મ વસ્ત્રો ધારણ કરી એક સાથે પંગતમાં બેસી બ્રહ્મ ભોજન કર્યું.
આ પણ વાંચો…રખડતા ઢોર મામલે રાજ્યપાલની મહત્વની બેઠક
તેની પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા.આ બ્રહ્મ ચોર્યાસીમાં પરમ પૂજ્ય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શ્રી શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીનાં પ્રતિનિધિ પૂજ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી આશીર્વચન આપ્યા હતા.
આયોજક અમદાવાદ યુવા બ્રાહ્મણો દ્વારા જણાવાયુ કે બ્રહ્મ ચોર્યાસી એ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.આ બ્રહ્મ ભોજનનો હેતુ આવનારી પેઢીને તેનાથી વાકેફ કરાવાનો અને બ્રહ્મ એકતાનો છે. શાસ્ત્રોમાં બ્રહ્મ ભોજન કરાવાનો અનેરો મહિમા છે.
એવું માનવામાં આવે છે કે જે યજમાન બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેમના પર દેવની અસીમ કૃપા બની રહે છે.બ્રાહ્મણો માટે અમદાવાદના આંગણે બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય આયોજન, 11 ,000 બ્રાહ્મણોએ લીધું એકજ પંગતમાં બ્રહ્મભોજન
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews