Health, EL News:
ગુજરાતમાં માત્ર 15 દિવસમાં હાર્ટ અટેકના 2,346 કેસો નોંધાય છે. આ આંકડો ખૂબ જ ચિંતાજનક છે. કેમ કે, આ આંકડો શિયાળાના લીધે વધી રહ્યો હોવાનું પણ એક કારણ છે. એક અંદાજ મુજબ તે પ્રમાણે રોજ 168 કેસો નોંધાઈ રહ્યા છે.
હાર્ટ અટેકના બનાવોટ દિવસેને દિવસે વધી રહ્યા છે. નાની વયથી લઈે સિનિયર સિઝીઝનને પણ અટેક આવવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અત્યારે શિયાળાની સિઝનમાં આ કેસો ગુજરાતમાં પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
અગાઉ એક વ્યક્તિ દાંડીયા રાસ રમતા ઢળી પડી હતી
ગુજરાતમાં કડકડતી ઠંડીના કારણે હાર્ટ એટેકના ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ છેલ્લા બે વર્ષમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. એક આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી 2021થી જૂન 2021 વચ્ચે મુંબઈમાં દર મહિને 3 હજાર લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. અગાઉ ગયા વર્ષે એટલે કે 2020માં આ સંખ્યા માત્ર 500 હતી. તેવી જી રીતે હવે ગુજરાતમાં પણ આ આંકડો ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અગાઉ ગુજરાતમાં એક વીડિયોમાં એક વ્યક્તિ દાંડીયા રાસ રમતા ઢળી પડી હતી અને ત્યાંજ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો…દિવ્યાંગ વ્યક્તિએ લીધો મેરેથોનમાં ભાગ
અમદાવાદની યુએન મહેતામાં મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે સારવાર
અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં 36 હજાર 708 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 2022ની સરખામણીમાં 2023 માં હૃદય રોગના સરેરાશ 32 વધુ કેસ નોંધાયા છે. 2022ની સરખામણીમાં, 2023 માં હૃદય રોગના સરેરાશ 32 વધુ કેસ નોંધાયા છે. એટલે કે, દર વર્ષે આ આંકડો વધી રહ્યો છે.
આ છે કારણો
હૃદયરોગના કેસ વધવા પાછળ લોહીના ગંઠાવાનું, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલમાં વધઘટ જવાબદાર છે. બીજી તરફ ઠંડીના કારણે કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. હાર્ટ એટેકથી બચવા બહારના બજારમાં મળતા ફાસ્ટ ફૂડથી દૂર રહો વધારે કેલરીવાળો ખોરાક ન બિલકુલ ના લેવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી, ચિંતા તણાવથી દૂર રહેવું આ ઉપરાંત નિયમિત વ્યાયામ કરવું જરૂરી છે. જો કે, આ તમામ બાબતની સાથે સાથે આપણે લાઈફ સ્ટાઈલ પણ મહદઅંશે સુધારવાની જરૂર છે. કોવિડ પછી હાઈ બીપી, પલ્સ રેટ વધવા જેવી સમસ્યાઓ સામે આવી છે. જે હૃદય પર અસર કરે છે. કેટલાક એવા દર્દીઓ હતા જેમને પહેલાથી જ હૃદયની સમસ્યા હતી પરંતુ કોવિડને કારણે તેઓ સમયસર હોસ્પિટલ પહોંચ્યા નહોતા, જેના કારણે તેમની સમસ્યાઓમાં વધુ વધારો થયો હતો.