Vadodara, EL News:
વડોદરામાં 19મી મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેકનું ધ્યાન એક દિવ્યાંગ યુવક તરફ આકર્ષિત થયું હતું. તુલસી રાઠોડ નામના દિવ્યાંગ યુવકે મેરેથોન રેસમાં ભાગ લીધો હતો. તેનો ઉત્સાહ જોઈને સ્પર્ધામાં ભાગ લેનાર સૌ કોઈનો ઉત્સાહ વધી ગયો હતો. પોતાના પગમાં તકલીફ હોવા છતાં રેસમાં ભાગ લેવા આવેલા યુવકને જોઈને સૌ કોઈ પ્રોત્સાહિત થયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ રેસની શરૂઆત કરાવવા માટે હાજર રહ્યા હતા.
વડોદરામાં યોજાયેલી 10મી MG Vadodara Marathon 2023માં દિવ્યાંગ યુવક તુલસી રાઠવાએ પણ ભાગ લીધો હતો. તેઓ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે એ માટે રેસમાં ભાગ લીધો હતો. આ રેસમાં અન્ય હજારો સ્પર્ધકો પણ જોડાયા હતા. દિવ્યાંગ વ્યક્તિને રેસમાં ભાગ લેવા આવેલ જોઈને હાજર લોકોને આશ્ચર્ય થયું હતું. ગુજરાતના માહિતી ખાતાના સોશિયલ મીડિયા પર તુલસી રાઠવાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. તુલસી રાઠવાએ અન્ય સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પણ વાંચો…વ્યાજના દૂષણને દુર કરવા રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ
મેરાથોનને પ્રસ્થાન કરાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ શહવી હાજર રહ્યા હતા. તેઓએ 42, 21, 10 અને 5 કિલોમીટરની રેસની શરૂઆત કરાવી હતી.
પહેલા મુખ્ય મેરાથોનને લીલી ઝંડી બતાવવામાં આવી. એ પછી સવારે 5.30 વાગ્યે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 21 કિલોમીટરની હાલ્ફ મેરેથોનને લીલી ઝંડી બતાવી હતી. આ પછી 10 અને 5 કિલોમીટરની રેસનું પણ પ્રસ્થાન મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ રેસમાં લગભગ એક લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો.