Business, EL News:
Tata Group Stocks: વર્ષ 2022માં ટાટા ગ્રુપના ઘણા મોટા શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, તેમાંથી ઘણા શેરોએ છેલ્લા ત્રણ વર્ષમાં 100 % થી વધુ રિટર્ન આપ્યું છે. ટાટા પાવર કંપની (Tata Power Company), ટાટા ટેલીસર્વિસ (Tata Teleservices), ટીસીએસ (TCS), ટાટા મેટાલિંક્સ (Tata Metallinks), ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ (Tata Steel Long Products), ટાટા કોમ્યુનિકેશન (Tata Communication), ટાટા મોટર્સ (Tata Motors), વોલ્ટાસ (Voltos) વગેરે મુખ્ય શેરો છે જેમાં 2022 માં ઘટાડો જોવા મળ્યો હતો. ચાલો તેમાંથી કેટલાક શેર વિશે જાણીએ.
છેલ્લા એક વર્ષમાં ટાટા ટેલિસર્વિસિસમાં લગભગ 52 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટાટા ગ્રુપના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાવનાર આ શેરે છેલ્લા ત્રણ વર્ષમાં 4115% અને પાંચ વર્ષમાં 1215% રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 18,122 કરોડ રૂપિયા છે. શુક્રવારે તે 92 રૂપિયા પર બંધ રહ્યો હતો.
આ પણ વાંચો…વિદેશ જનાર મુસાફરોની સંખ્યાનો આંકડા માં વધારો
વોલ્ટાસનો સ્ટોક છેલ્લા એક વર્ષમાં 33 ટકા નીચે આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ અને પાંચ વર્ષના રિટર્નની વાત કરીએ તો તેણે 21 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે 803 રૂપિયા પર બંધ થયો છે.
છેલ્લા એક વર્ષમાં ટાટા મોટર્સમાં પણ 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આ સ્ટોક છેલ્લા ત્રણ વર્ષમાં 123 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્ટોક 8 % નીચે આવ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેર 388 રૂપિયા પર બંધ થયો છે.
ટીસીએસ (TCS) ના શેરમાં પણ એક વર્ષમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ શેરે છેલ્લા પાંચ વર્ષમાં 141 % અને ત્રણ વર્ષમાં 49 % રિટર્ન આપ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં આ શેર ઘટીને 3259 રૂપિયા પર આવી ગયો છે.
ટાટાની અન્ય કંપની ટાટા કોમ્યુનિકેશનના શેરમાં એક વર્ષમાં 9 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ શેરે 230 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 36,323 કરોડ છે અને આ શેર ઘટીને 1274 રૂપિયા થઈ ગયો છે.