Ahmedabad, EL News:
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ મોટી સંખ્યામાં વિદેશ જનાર મુસાફરો છે. અમદાવાદથી નવેમ્બરના એક મહિનામાં 1.31 લાખ મુસાફરોએ વિદેશ પ્રવાસ કર્યો છે. આ આંકડો ખૂબ જ મોટો છે. કેમ કે, આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ બે વર્ષ કોરોના હોવાથી કોરોનામાં આ આંકડો ખૂબ જ ઓછો હતો પરંતુ ધીમે ધીમે આ સંખ્યા રોકેટ ગતિએ વધી છે. હજુ પણ આ વધારો જોવા મળી શકે છે.
ડીસેમ્બર એનઆરઆઈ મંથ અને પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના કારણે વધશે પેસેન્જર
ડિસેમ્બરમાં આ આંકડો સતત વધી રહ્યો છે. કેમ કે, ડીસેમ્બર એ એનઆરઆઈ મંથ છે જો કે, એ પહેલા જ મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે અત્યારે ખાસ કરીને પ્રમુખ સ્વામી જન્મશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યા 1.45 લાખને પાર થવાની ધારણા છે.
આ પણ વાંચો…પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા
3 મહિનામાં 3.74 લાખ પેસેન્જર
વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવેમ્બરમાં એક મહિનામાં 1.31 લાખ વિદેશી મુસાફરોની અવરજવર નોંધાઈ છે. આ રીતે 3 મહિનામાં અમદાવાદથી વિદેશથી આવતા મુસાફરોની સંખ્યા વધીને 3.74 લાખ થઈ છે. અમદાવાદ એરપોર્ટે નવેમ્બર મહિના દરમિયાન 8.18 લાખ ડોમેસ્ટીક સહીતના પેસેન્જર નોંધાયા હતા. છે. નવેમ્બરમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરો સહિત કુલ મુસાફરોની સંખ્યા 9.50 લાખ છે.
આટલી ફ્લાઈટની છે અવર જવર
નવેમ્બરમાં કુલ 870 આંતરરાષ્ટ્રીય-6302 ડોમેસ્ટિક ફ્લાઈટની અવર જવર થઈ છે. આમ, ગત વર્ષની સરખામણીએ મુસાફરોની અવરજવરમાં વધારો થયો છે. એરપોર્ટના સૂત્રોનો દાવો છે કે ડિસેમ્બરમાં દૈનિક મુસાફરોની સંખ્યા 35 હજારને વટાવી જશે.
દિવાળી બાદ અન્ય એરપોર્ટ પર પણ પેસેન્જર વધ્યા
જો કે ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બરમાં વડોદરા-સુરત-રાજકોટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્ટોબરમાં દિવાળીની રજાઓ બાદ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. હવે ડિસેમ્બરમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.