29.4 C
Gujarat
November 19, 2024
EL News

ઈનકમ ટેક્સ ચુકવનારાઓને મળી મોટી રાહત

Share
Business:

.Income Tax: ઈનકમ ટેક્સ (Income Tax) બધા માટે એક મહત્વનો ટેક્સ છે. આ ટેક્સ મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના તમામ લોકો માટે ખાસ છે, પરંતુ હવે સરકાર ઈનકમ ટેક્સ (Income Tax) ભરનારાઓને મોટી રાહત આપવા જઈ રહી છે. ટેક્સપેયર્સ (Tax Payers) ને મુક્તિમાં મોટી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો નવો આદેશ નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે.

Measurline Architects

આ પણ વાંચો…શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ

આ રકમ પર નહીં ચુકવવું પડે ટેક્સ

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે હાલમાં જ ટેક્સ મુક્તિ માટે નવો આદેશ જારી કરીને ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. આ નવા આદેશ મુજબ હવેથી ટેક્સપેયર્સને સારવાર માટે મળેલી રકમ પર ઈનકમ ટેક્સમાં છૂટનો લાભ મળશે. એટલે કે, તમારે આ રકમ પર ટેક્સ ચૂકવવો પડશે નહીં.

CBDT એ મુક્તિ માટે જારી કર્યું ફોર્મ

આપને જણાવી દઈએ કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) ટેક્સપેયર્સ (Tax Payers) ની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતું રહે છે. આ અંગેની માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આપવામાં આવી છે. સીબીડીટીએ તાજેતરમાં નવી શરતો અને કોરોનાની સારવાર પર થતા ખર્ચ પર ઈનકમ ટેક્સ  મુક્તિ માટે એક ફોર્મ પણ જારી કર્યું હતું.

ફોર્મ સાથે જમા કરવા પડશે ડોક્યૂમેન્ટ્સ

5 ઓગસ્ટ 2022 ના નોટિફિકેશન મુજબ, હવેથી તમારે તમારા એમ્પ્લોયરને કેટલાક દસ્તાવેજો સાથે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને એક ફોર્મ સબમિટ કરવું પડશે, જેમાં એમ્પ્લોયર અથવા સંબંધીઓથી કોરોનાની સારવાર માટે મળેલી રકમ પર ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે.

સરળતાથી મળી જશે ફોર્મ

આ ઉપરાંત ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અને ડિજીટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે કરમુક્તિ માટેના ફોર્મનું ડિજીટલાઇઝેશન કર્યું હતું, જેથી લોકોને કોઇપણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો ન પડે કે ઓફિસોના ચક્કર મારવા ન પડે.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

નકલી નોટ મળવા પર શું કરવું? RBI એ આપ્યો જવાબ

elnews

આ મોટી બેંકોએ વધારી દીધી EMI, લોન થઈ મોંઘી

elnews

એક તરફ Go First પર સંકટ,હવે સ્પાઇસજેટ પણ મુશ્કેલીમાં

elnews

Leave a Comment

error: Content is protected !!