Mahisagar:
લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ની રેડ નોટોના બંડલે બંડલ મળી આવ્યા. વિરણીયા ગામેથી દારૂ રોકડ રકમ મળી 55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ વિરણીયા ગામેં ગત મોડી સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડ્યા છે. જેમાં વિદેશી દારૂ ને રોકડ રૂપિયા મળી કુલ 55,24,103/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ત્યારે એક તરફ રાજ્યમાં દારૂબંધી વચ્ચે અનેક જગ્યાએ દારૂ મળી આવે છે તેવામાં 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેવામાં લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના મોડી સાંજે દરોડા પાડ્યા છે. જેમાં લુણાવાડા તાલુકાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂ સહિત 53,43,030/- કિંમતનો મુદ્દામાલ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
31 ડિસેમ્બર ને થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દારૂના રસિકો મહેફિલ માણવાની તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલે લુણાવાડામાં મોટી કાર્યવાહી કરી છે.
લુણાવાડાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂ સહિત 53 લાખથી વધુની રોકડ રકમ ઝડપી પાડી છે. રૂપિયા 53 લાખ જેટલી રોકડ રકમ મળતા ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે પોલીસે કપિલાબેન ચૌહાણ અને ખુમાનસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
જ્યારે એક આરોપી હાલ ફરાર છે અને કુલ મુદ્દા માલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ 1277 નંગ, જેની કિંમત રૂપિયા 1,67,193/- તેમજ આરોપીઓ પાસેથી અંગઝડતી,દારૂ વેચાણના રોકડ નાણાં રૂપિયા 8,380/- જુદા જુદા દરના ભારતીય ચલણી નાણાંના બંડલો રોકડ રૂપિયા 53,43,030/-,02 નંગ મોબાઈલ જેની કિંમત 5,500/- લાઈટ બિલ નંગ-01, વિદેશી દારૂના હિસાબની ચિઠ્ઠી નંગ 05, મળી કુલ કિંમત રૂપિયા 55,24,103/- આ સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી છે.
જેમાં 53 લાખથી વધુ રૂપિયા જેટલી રોકડ રકમ મળી આવી છે આમ કુલ દારૂ સહિત કુલ 55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરી દીધી છે. રોકડ મોટી રકમ મળતા ઇન્કમ ટેક્સને પણ જાણ કરવામાં આવી છે.