Ahmedabad:
ગુજરાતમાં હવે વેક્સિન સેન્ટર પર રસી લેવા માટે લોકોની કતારો જોવા મળી રહી છે. કોરોનાની દહેશત વચ્ચે બીજા ડોઝ બાદ બુસ્ટર ડોઝ લેવા માટે લોકો તલપાપડ બન્યા છે. ઘણા લોકોએ વેક્સિનના બે ડોઝ લઈ ચૂક્યા છે પરંતુ કોરોના ગયો હોય તેમ બુસ્ટર ડોઝ લેવામાં કેચલાકે ઉદાસીનતા દાખવી હતી ત્યારે કોરોનાની વેક્સિન લેવા લોકોની લાઈનો ક્યાંક જોવા મળી રહી છે.
કોરોના સામે લડવા માટે સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકો પણ હવે સતર્ક થઈ ગયા છે. લોકોની હર્ડ ઈમ્યુનિટી રસીકરણ થવાથી અગાઉ સીરમ સર્વેમાં પણ સામે આવી હતી. ગુજરાતમાં હવે લોકો રસીકરણ કેન્દ્ર પર રસી લેવા માટે કતાર લગાવી રહ્યા છે. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે લોકોએ બૂસ્ટર ડોઝ લેવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે દૈનિક રસીકરણ 3 હજારથી વધીને 10 હજાર 400 થયું છે.
આ પણ વાંચો…સુરતમાં ઐતિહાસિક તોપ મળી આવી
ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક દીધી છે. ત્યારે વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાવચેતી રાખવાનો આદેશ આપ્યો છે. 22 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આરોગ્ય મંત્રાલયે એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોના પરીક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
કોરોનાના નવા વેરીયટન્ટ બીએફ-7ની દહેશત અત્યારે છે ત્યારે તેના સામે બૂસ્ટર ડોઝ કારગત સાબિત થઈ શકે છે. ઘણા લોકોએ રસીના બે ડોઝ લીધા પછી બૂસ્ટર ડોઝ લેવાનું ટાળ્યું હતું. ઘણા લોકોએ અન્ય કારણોસર બૂસ્ટર ડોઝ લીધો ન હતો કારણ કે કોરોનાના ઘણા કેસ ન હતા પરંતુ હવે તેઓ બીજા ડોઝ બાદ બુસ્ટર ડોઝ લઈ રહ્યા છે. લોકો કોરોના કરતા વધુ બૂસ્ટર ડોઝ માટે કતારમાં જોવા મળી રહ્યા છે. બૂસ્ટર ડોઝ મેળવવા માટે ગઈકાલે રાજ્યના ઘણા રસી કેન્દ્રો પર લોકો કતારમાં જોવા મળ્યા હતા.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews