Health Tips:
આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી ત્યારે કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધન કર્યું હતું ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ કરવા તેમજ તહેવારોમાં અને ઉત્સવોમાં કોરોના નિયમો લાગી શકે છે તેમ સંકેત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત કોરોનાની લહેરમાં આંશિક લોકડાઉન હતું ત્યારે કોરોનાની દહેશત જોવા મળી હતી ત્યારે બની શકે છે કોરોના વધતા નિયમો પણ લાગી શકે છે.
અત્યારે વિશ્વભરમાં કોરોના બીએફ.7 વેરીયન્ટને લઈને દહેશત જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. આજે મહત્વની કેબિનેટ બેઠક મળી હતી તેમાં કેટલાક સૂચનો અને ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીએ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો…આ રીતે ઘરે બનાવો આમળા નું અથાણું
ઋષિકેશ પટેલે કહ્યું કે, ગુજરાતમાં ઉજવણીમાં પણ કોરોનાના નિયમો લાગુ પડશે તેમ તેમણે તેમના નિવેદનમાં કહ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે, દૈનિક ઓછા કેસો આવી રહ્યા છે. કેન્દ્રના નિયમો પ્રમાણે કોરોના વધતા કામ રાજ્ય સરકાર પણ કામગિરી કરશે.
આવતીકાલે ઓક્સિજન પ્લાન મોકડ્રીલ યોજાશે. આવતી કાલે ઓક્સિજન પ્લાનને લગતી મોકડ્રીલ યોજાશે ઓક્સિજન પ્લાન્ટને દરેક જગ્યાએ એક્ટિવ કરાશે. તમામ પરિસ્થિતિ સરકાર સજ્જ છે. સરકાર દ્વારા ખાસ કરીન હેલ્થને લગતી પીએમ હેલ્થ યોજના અંતર્ગત જે 5 લાખનો વીમો હતો તે 10 લાખ કરવામાં આવશે ત્યારે અધિકારીઓને આ અંગે પ્રોસેસ કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે.