Gandhinagar:
સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી.
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદના આજે યોજાયેલ પ્રથમ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી તથા તેના ત્વરિત યોગ્ય નિવારણ માટે વિવિધ જિલ્લાઓમાંથી ઓનલાઇન જોડાયેલા સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ સામાન્ય માણસના પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા કક્ષાએ જ થઈ જાય તેવી પરિણામલક્ષી કાર્યપદ્ધતિ વિકસાવવા માટે તંત્રને દિશાનિર્દેશ પણ આપ્યા હતા.
આ પણ વાંચો…ગુજરાતમાં ઓમિક્રોન સબવેરીયન્ટ ના શંકાસ્પદ કેસો નોંધાયા
લોક સંપર્ક પહેલ દ્વારા ફરિયાદ નિવારણ મિકેનિઝમનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલએ લોકસંપર્ક પહેલ દ્વારા ફરિયાદ નિવારણ મિકેનીઝમના નિર્માણ સંદર્ભે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં રાજ્યના નાગરિકોની ફરિયાદો, રજૂઆતોના ટેકલોનોલોજીના માધ્યમથી સંવાદ તથા માર્ગદર્શન દ્વારા નિવારણને આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેકનોલોજી (SWAGAT) કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
જેના માધ્યમથી રાજ્યના છેવાડાના માણસોની નાની-નાની સમસ્યાઓનું, વ્યક્તિલક્ષી-સામુહિકલક્ષી રજૂઆતોનું સ્થળ ઉપર નિવારણ કરવાના હેતુથી “સેવા સેતુ” અને “પ્રગતિ સેતુ” કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ સંદર્ભે જિલ્લા કલેક્ટરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને પોલીસ અધિક્ષકઓ પખવાડિયાના ઘોરણે ફરિયાદોના નિવારણ માટે સ્થાનિક કક્ષાએ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરે અને ફરિયાદોનું ઝડપથી નિવારણ અને સચોટ ઉકેલ લાવે તેની નિયમિત સમીક્ષા કરે તે માટેનું સમગ્ર કાર્યક્રમ ફરીથી શરૂ કરવામાં આવશે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews