Gandhinagar:
કુબેર ડીંડોરે સ્વજનોની ઉપસ્થિતિમાં આજે વિધીવત રીતે પદભાર સંભાળ્યો છે. શિક્ષણ વિભાગની જવાબદારી ઋષિકેશ પટેલની સાથે સાથે કુબેર ડીંડોરને પણ સોંપવામાં આવી છે ત્યારે તેમને આ પરભાર આજે વિધીવતર રીતે સંભાળ્યો છે. કુબેર ડીંડોર બીજી વખત મંત્રી બન્યા છે અગાઉ પણ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારે ફરીથી તેઓ જીત બાદ મંત્રી મંડળમાં સામેલ થયા છે. 16 મંત્રીઓમાં છેલ્લા તેમને આજે કાર્યભાર સંભાળ્યો હતો.
આ પણ વાંચો…ચહેરા પર સફાઈ કર્યા પછી ભૂલથી પણ ન કરો
જીતુ વાઘાણી સહીતના પૂર્વ મંત્રી તેમજ અન્ય પદાધિકારીઓે પણ હાજર રહ્યા હતા. અગાઉ મંત્રીઓએ પદભાર સંભાળ્યો છે ત્યારે બે દિવસ બાદ તેમને પણ આ પદભાર સંભાળ્યો છે. આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્ય પ્રૌઢ શૈક્ષણિકની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં લોઅર અને અપર એમ બે ભાગ કરાયા છે. બધા સાથે મળીને રોડમેપ તૈયાર કરીશું. જે પણ કંઈ સમસ્યા હશે પડકાર હશે તેનું નિરાકરણ લાવીશું અને આગળ વધીશું તેમ તેમણે કહ્યું હુતું.
આજરોજ વેદમાતા ગાયત્રી માની પૂજા કરીને પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીજીની ઉપસ્થિતિમાં રાજ્યના શિક્ષણમંત્રી તરીકે વિધિવત પદભાર ગ્રહણ કર્યો છે. આ શુભાવસરે પૂજ્ય દેવી-દેવતાઓ અને સંતોના દર્શન પૂજન કરી, જનસેવા તેમજ પ્રજાકલ્યાણના કાર્યો માટે આશીર્વાદ મેળવ્યા. મને સોંપેલ જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ અને જનતા જનાર્દનની સેવા ખંતપૂર્વક કરવા હરહંમેશ કાર્યશીલ રહીશ. તેમ તેમણે કહ્યું હતું.