Food Recipes:
ગજક ખાવા માં ખૂબ ટેસ્ટી ને સોફ્ટ બને છે અને રાજસ્થાન ના મુરેન ની તલ ની ગજક ખૂબ પ્રખ્યાત છે આ ગજક બનાવવી થોડું મહેનત નું કામ છે પણ તૈયાર થઈ જાય એટલે ખાવા ની ખૂબ મજા આવે છે.
આ પણ વાંચો…ચહેરા પર સફાઈ કર્યા પછી ભૂલથી પણ ન કરો
તલની ગજક બનાવવા જરૂરી સામગ્રી
સફેદ તલ 1/2 કપ / 150 ગ્રામ
ગોળ 200 ગ્રામ
ખાંડ 2 કપ
પાણી1કપ
ઘી1/4 કપ
તલની ગજક બનાવવાની રીત
બીજી કડાઈ માં ગોળ, ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ગોળ ખાંડ ને ઓગળી લ્યો ખાંડ અને ગોળ ઓગળી જય એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને એનો રંગ ડાર્ક થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી પાણી ના વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ઠંડા થાય એટલે ચેક કરો જો તરત તૂટી જય તો ગેસ બંધ કરો નહિતર હજી થોડી વાર ચડાવો.
ગોળ ચેક કરતી વખતે આરામ થી તૂટી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને બીજા ઘી લગાવેલ વાસણમાં નાખી ઘી લગાવેલ ચમચા થી ઉથલાવી ઉથલાવી ઠંડા કરી લ્યો જ્યારે ગોળ નું મિશ્રણ નવશેકું હાથ લાગવા જેવું થાય ત્યાં સુધી ઉથલાવી ઉથલાવી ઠંડુ કરો
મિશ્રણ નવશેકું રહે એટલે હાથ પાણી વારા કરી અથવા ઘી તેલ લગાવી ને ગોળ ને બને હાથ વડે ખેચી ખેંચી ને ફોલ્ડ કરતા રહો જ્યાં સુંધી ગોળ નો રંગ ગોલ્ડન ના થાય અથવા ખેચવા માં મુશેકી આવે ત્યાં સુધી ખેંચે ફોલ્ડ કરતા રહો
હવે જે તલ શેકી રાખેલ હતા એ કડાઈ ને ફરી ગેસ પર મૂકી ગેસ સાવ ધીમો ચાલુ કરો ને ખેચેલો ગોળ એમાં નાખી ચમચાથી તલ અને ગોળ ને બરોબર મિક્સ કરી લ્યો પોણા ભાગ ના તલ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બાકી ના તલ મિક્સ કરી લ્યો
ત્યાર બાદ સાફ કરી ઘી લગાવેલ પ્લેટફોર્મ ૫૨ અથવા જમીન ૫૨ તૈયાર મિશ્રણ નાખી ધસ્તા વડે કૂટો અને એક વખત કુટી લીધા બાદ ફરી ચોરસ ફોલ્ડ કરી ફરી ધાસ્તા વડે કુટી ફેલાવો ( આ ફૂટવા માં થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે) ફરી ફોલ્ડ કરી લ્યો ને ફરી કુટી લ્યો.
ત્યાર બાદ એના કટકા કરી લ્યો ને કટકા ને ગોળ ફોલ્ડ કરો અથવા ચોરસ જ કે ડાયમંડ આકાર માં રહેવા દયો તો તૈયાર છે તલ ની ગજક