38.7 C
Gujarat
April 24, 2025
EL News

CM પટેલનું મંત્રી મંડળ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ, 3 પાટીદાર, 7 ઓબીસી, 1 મહિલા મંત્રી, 10ના પત્તા કપાયા.

Share
Shivam Vipul Purohit, Gujarat:

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ કે જેમાં 16 મંત્રીઓને સમાવવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ આજે શપથ લીધા છે. ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રી મંડળ બની ગયું છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સીએમ પદના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ત્યારબાદ, તેમની સાથે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા છે. પીએમથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથ, સાંસદ શિવરાજસિંહ ચૌહાણના મુખ્યમંત્રી અને આસામ સીએમ હિમંત બિસ્વા સરમા ઉપસ્થિત રહ્યા હતા.

Measurline Architects
Advertisement

 

મંત્રી મંડળની વિશેષતા 

જેમાં 3 પાટીદાર, 7 ઓબીસી, 1 મહિલા મંત્રીનો સમાવેશ કરાયો છે.

જ્ઞાતિગત સમીકરણોને રખાયા ધ્યાને 

પ્રધાન મંડળમાં એક જ મહિલા સામેલ

કોંગ્રેસી કુળના ત્રણ મંત્રીઓ

રાઘવજી પટેલ

કુંવરજી બાવળીયા

બળવંતસિંહ રાજપૂત

સાત મંત્રીઓ રિપીટ 6 નવા મંત્રીઓને સામેલ કરાયા.

10 મંત્રીઓ કપાયા છે

 તમામ ઝોનના ધારાસભ્યને સમાવાયા

સૌરાષ્ટ્રના 5 અને દક્ષિણ ગુજરાતના 5 એમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 3-3 ચહેરાઓનો સમાવેશ કરાયો છે.

ભૂપેન્દ્રભાઇ પટેલ – મુખ્યમંત્રી – ઘાટલોડિયા (અમદાવાદ શહેર)

 

કેબિનેટ મંત્રીઓ

1. કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ)

2. રૂષિકેશભાઈ પટેલ – વિસનગર (મહેસાણા)

3. રાધવજી પટેલ – જામનગર ગ્રામ્ય (જામનગર)

4. બળવંતસિંહ રાજપૂત – સિધ્ધપુર (પાટણ)

5. કુંવરજીભાઈ બાવળીયા – જસદણ (રાજકોટ)

6. મૂળુભાઈ બેરા – જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)

7. ડો. કુબેરભાઈ ડિંડોર – સંતરામપુર (પંચમહાલ)

8. ભાનુબેન બાબરિયા – રાજકોટ ગ્રામ્ય

 

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

1. હર્ષ સંઘવી – મજૂરા (સુરત)

2. જગદીશભાઈ વિશ્વકર્મા – નિકોલ (અમદાવાદ)

 

રાજ્યકક્ષાના મંત્રીઓ

1. પરષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય

2. બચુભાઇ ખાબડ – દેવગઢ બારિયા

3. મુકેશભાઈ પટેલ – ઓલપાડ (સુરત)

4. પ્રફુલભાઈ પાનશેરિયા – કામરેજ (સુરત)

5. ભીખુસિંહ પરમાર – મોડાસા (અરવલ્લી)

6. કુંવરજી હળપતિ – માંડવી (સુરત)

 

આ 10 નામો મંત્રી પદમાંથી કપાયા 

દેવા માલમ, વિનુ મોરડીયા, જીતુ વાઘાણી, પુણેશ મોદી, કિરીટ સિંહ રાણા, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિશા સુથાર, ગજેન્દ્રસિંહ પરમાર.

Related posts

ગાંધીનગર એસટી ડેપોને દિવાળીમાં રૂ.12.5 લાખની આવક . . .

elnews

યુક્રેનને રશિયા સામે શિયાળા પહેલા યુદ્ધ જીતવાની જરૂર : Report

elnews

અમદાવાદઃ શહેરના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

elnews

Leave a Comment

error: Content is protected !!