Health tips:
અમે તો મસ્ત ગરમ ગરમ ચા ના શોખીન અમને આ ગુલાબી ઠંડીમાં જો એક કપ ચા મળી જાય તો અમે ખુશ… હા, ચા કોને પસંદ ના હોય? એમાંય ગુજરાતીઓને તો ચા ના રસિયા કહીયે તો ચાલે. બધુ છોડીશું પણ ચા તો બંધ ના થાય એવું મિજાજ થી કહેવું જરાય ખોટું તો નથી જ પરંતુ, ‘ચા જેવી ઉતરે કે તરત જ પીવી એ નુકસાનકારક છે.’ કહેવાનો ભાવાર્થ કે ચા બન્યા પછી મને તો ગરમ જ ચા જોઈએ
એક ચુસ્કી પછી કપ ખાલી કરવો હિતાવહ નથી તમે ચા કપમાં કાઢ્યા પછી ત્રણ થી ચાર મિનિટ બાદ પીવો તો શરીરને નુકશાનથી બચાવી શકશો. ‘એટલે ચા ગરમ તો ખરી જ પરંતુ તેને પીતા પહેલા ચાર મિનિટ આપો.’ બીજું, કે ચા મુકવાનું પાણી બરોબર ઉકળે પછી ચા ની ભૂકી નાખવી રંગ જલ્દી પકડાશે ને પ્રમાણમાં ઓછી ભૂકી માં જ કામ બની જશે.
આ પણ વાંચો…કર્ણાવતી યુનિવર્સિટીને સન્માનનો વધુ એક ઇલકાબ પ્રાપ્ત થયો
સાથે જો શરદીમાં રાહત માટે ચા પીતા હોવ તો ધીમે ધીમે કરીને પીવો જેથી ચા માં રહેલ મસાલો, ફુદીનો, લીલી ચા ની અસર ગળામાં થઈ શકે.તે સમયે બે મિનિટ બાદ ચા પી શકો કેમ કે ત્યારે શરીરનું તાપમાન કોલ્ડનો અનુભવ કરતુ હોય છે ને ચા એક નુસખાનું કાર્ય કરે છે. બાકી હમણાં શિયાળામાં તો રાત્રે પણ ચા ની મહેફિલ ઠેર ઠેર નિહાળી શકાય છે.