Ahmedabad:
કર્ણાવતી યુનિવર્સિટીને સન્માનનો વધુ એક ઇલકાબ પ્રાપ્ત થયો છે, કારણ કે, કર્ણાવતી સ્કુલ ઑફ ડેન્ટિસ્ટ્રી (કેએસડી)ના ડિરેક્ટર ડૉ. રોહન ભટ્ટ ઇન્ડિયન સોસાયટી ઑફ પીડિયાટ્રિક એન્ડ પ્રીવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી (ISPPD) તરફથી સ્ટાર પીડિયાટ્રિક એવોર્ડ પ્રાપ્ત કરનારા ભારતના સૌથી યુવાન અને ગુજરાતના સર્વપ્રથમ ડેન્ટિસ્ટ બની ગયાં છે. તેનો પુરસ્કાર સમારંભ હાલમાં જ ભોપાલમાં યોજાયેલી 42મી નેશનલ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી કૉન્ફરન્સ દરમિયાન યોજાયો હતો.
ડૉ. રોહન ભટ્ટને ISPPDના માનનીય અધ્યક્ષ ડૉ. રાધિકા મુપ્પા અને ISPPDના માનનીય જનરલ સેક્રેટરી ડૉ. નિખિલ શ્રીવાસ્તવના હસ્તે આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. આ પુરસ્કાર સમારંભમાં ભારત, નેપાળ અને અન્ય પડોશી દેશોના ઓછામાં ઓછા 1,300 જેટલા પીડિયાટ્રિક ડેન્ટિસ્ટોએ હાજરી આપી હતી.
આ પણ વાંચો…ગૌતમ અદાણીનો પોતાની કંપની સાથે મોટો સોદો
કર્ણાવતી યુનિવર્સિટીમાં સેવા આપવા ઉપરાંત, ડૉ. રોહન ભટ્ટ ઓછામાં ઓછા એક દાયકાથી અમદાવાદમાં બાળકો અને કિશોરો માટે તેમની પોતાની સફળ પ્રેક્ટિસ પણ કરે છે. આ પુરસ્કાર મારફતે દંતચિકિત્સાના શિક્ષણ અને સંશોધનને સુધારવા અને ઓરો-ડેન્ટલ હેલ્થકૅર પૂરાં પાડવા તેમના દ્વારા આપવામાં આવેલી ઉત્કૃષ્ટ સેવાઓની સાથે વહીવટી કુશળતા દાખવવાના તેમના પ્રયાસોને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રીના ક્ષેત્રમાં આ સર્વોચ્ચ સન્માન છે.