Government of India MSME Sector
લઘુ, નાના તેમજ મધ્યમ ઉદ્યોગો દેશના અર્થતંત્રના સૌથી મહત્વપૂર્ણ સ્તંભો છે અને સ૨કા૨ આ સેક્ટરને વધુ મજબૂત અને વિકસિત બનાવવા માટે સતત પ્રયાસરત છે તેમજ દેશના વિકાસની સાથે સાથે MSME સેક્ટર અને દેશના અર્થતંત્રના અન્ય મહત્વપૂર્ણ સ્તંભો વચ્ચે પણ સંબંધો વધુ મજબૂત થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેવું રાજ્યકક્ષાના MSME મંત્રી ભાનુ પ્રતાપ સિંઘ વર્માએ જણાવ્યું હતું. ફિક્કીની વાર્ષિક MSME સમિતિને સંબોધતા વર્માએ ઇન્ડસ્ટ્રી અને અન્ય શેરધારકોને સરકાર સાથે મળીને દેશની ઇકોનોમીને 5 ટ્રિલિયન ડૉલરની બનાવીને દેશને આત્મનિર્ભર બનાવવા માટે અનુરોધ કર્યો હતો. દેશમાં કુલ 6.3 કરોડ લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) છે જે દેશના 11 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે.
આપણી જીડીપીમાં MSMEs સેક્ટરનું યોગદાન 30 ટકા છે અને કુલ નિકાસમાંથી થતી આવકમાંથી પણ 50 ટકા હિસ્સો ધરાવે છે. તદુપરાંત, સરકાર પણ MSMEs સેક્ટર અને ગત નાણાકીય વર્ષે લોન્ચ થયેલા PMEGP (રોજગાર સર્જન કાર્યક્રમ) ને વધુ મજબૂત બનાવવા માટે પણ સતત કામ કરી રહી છે. વર્ષ 2021–22માં લૉન્ચ થયેલી આ સ્કીમ હેઠળ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં કુલ 1.03 લાખ નવા યુનિટ્સની સ્થાપના કરવામાં આવી છે. તદુપરાંત, MSMES સેક્ટરની સંભાવનાઓ મહત્તમ ઉપયોગથી દેશના અર્થતંત્રમાં તેનું બમણું યોગદાન સુનિશ્ચિત કરવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. તેના માટે બાહ્ય અડચણોને દૂર કરીને MSMEને વધુ મજબૂત બનાવીને ભારતને આત્મનિર્ભર બનાવાશે. સરકાર યુવાવર્ગમાંથી વધુને વધુ ઉદ્યોગસાહસિકો ઉભા કરવા, MSMEsને લોન પૂરી પાડવા, ગુણવત્તા સુધારવા તેમજ કાર્યક્ષમતા વધા૨વા માટે સ્પર્ધાત્મકતા વધારવા માટે પણ સતત કામ કરી રહ્યા છીએ..
આ પણ વાંચો…અઠવાડિયામાં એક વાર ખાઓ આ ‘રાયતું’,
MSME મંત્રાલય અત્યારના અને નવા MSMEને સહયોગ પૂરો પાડવા તેમજ તેને મજબૂત બનાવવા માટે દેશના અનેક શહેરોમાં ટેક્નોલોજી સેન્ટર્સ પણ સ્થાપિત કર્યા છે. તદુપરાંત, ZED સર્ટિફિકેશન સ્કીમ હેઠળ MSMEsને સહાય પૂરી પાડવા માટે કેટલીક અન્ય સંસ્થાઓ સાથે પણ સરકાર કામ કરી રહી છે. સરકારે ચેમ્પિયન પોર્ટલ લોન્ચ કર્યું છે જે માત્ર એક જગ્યાએથી જ દરેક સમસ્યાનું નિરાકરણ પૂરું પાડશે. MSME મંત્રાલયના સચિવ બી બી સ્વૈને જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં MSMEના ટકાઉ વિકાસ માટે નાણાં અને ટેક્નોલોજીની વિસ્તૃત પહોંચની જરૂર છે.
સરકાર અનેક રાજ્યોની સરકાર સાથે ભેગા મળીને ‘રેઇઝિંગ એન્ડ એક્સેલેરેટિંગ MSME પરફોર્મન્સ’ (RAMP) સ્કીમ હેઠળ MSMEsની સમસ્યાના નિરાકરણ માટે જરૂરી કામ કરી રહી છે. વર્ષ 2020માં લૉન્ચ થયેલા ‘સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ હેઠળ દેશના 125 લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને રૂ.2,335 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. તદુપરાંત સરકાર MSMEs માટે ક્રેડિટ ગેરંટી સ્કીમમાં બદલાવ, ઉદ્યમનું ફુલ ઇન્ટિગ્રેશ, ઇશ્રમ અને નેશનલ કરિયર સર્વિસ અને ASEEM પોર્ટલ્સમાં પણ સુધારો કરી રહી છે.
MSMEsને ટેકો આપવા માટે સરકાર અનેકવિધ પગલાં લઇ રહી છે જેમાં ટેક્નોલોજી સેન્ટર્સ, મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમને સેટ અપ કરવી તેમજ નેશનલ MSME પોલિસી બનાવવી, ZED સર્ટિફિકેશન મારફતે ગુણવત્તાના સુધાર તેમજ MSMEsને ચૂકવણીના મુદ્દાઓનું નિરાકરણ સામેલ છે. તદુપરાંત સરકારે MSMESના વર્ગીકરણ હેઠળ અપગ્રેડેશન દરમિયાન પણ ટેક્સના ફાયદાને 3 વર્ષ સુધી લંબાવાયો છે. સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ મારફતે પણ અત્યાર સુધી 125 MSMEsને પણ રૂ.2,335 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે.