Share Market Tips Today:
ભારતીય શેર માર્કેટમાં સતત આઠમા દિવસે તેજી જારી રહી હતી. દરમિયાન ગુરુવારે બંને મુખ્ય સૂચકાંકો નવા રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. સેન્સેક્સ 184.54 પોઈન્ટ વધીને 63,284.19 પોઈન્ટ પર પહોંચ્યો હતો. તેની સાથે જ નિફ્ટીએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. તે 54.15 પોઈન્ટના વધારા સાથે 18,812.50 પર બંધ રહ્યો હતો. જોકે શુક્રવારે માર્કેટ ક્રેશ થયું હતું. સેન્સેક્સ 12.30 કલાક સુધીમાં 597.32 પોઈન્ટ તૂટી 62,686.87 પર છે. જ્યારે નિફ્ટી 167.80 પોઈન્ટ તૂટી 18,644.70 પર છે.
ગુરુવારના ટ્રેડિંગ દરમિયાન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને લાર્સન એન્ડ ટુબ્રો સેન્સેક્સ પર વધનારાઓમાં હતા. આવો જાણીએ એક્સપર્ટ ટિપ્સ…
સુમિત બગડિયાએ એલ એન્ડ ટી (L&T) અને ટાટા સ્ટીલના શેર પર બાય રેટિંગ આપ્યું છે. બગડિયાએ બજાર ભાવે L&T ખરીદવાની સલાહ આપી છે. આ સ્ટોકની ટાર્ગેટ કિંમત રૂપિયા 2130 થી 2150 રૂપિયાની રેન્જમાં રાખી શકાય છે અને સ્ટોપ લોસ રૂપિયા 2070 રાખી શકાય છે.
આ પણ વાંચો… ગાંધીનગરની પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં ૭-૭ એમ કુલ ૩૫ સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યા
માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તાએ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે MCX અને SBIના શેર ખરીદવાની સલાહ આપી છે. તેમના મતે MCX માર્કેટ રેટ પર ખરીદી શકાય છે. તેનું ટાર્ગેટ પ્રાઈસ 1620 રૂપિયા છે અને સ્ટોપ લોસ 1555 રૂપિયા પર રાખી શકાય છે. જ્યારે SBIનો લક્ષ્યાંક રૂપિયા 630 અને સ્ટોપ લોસ રૂપિયા 594 રાખી શકાય છે.
રવિ સિંહે ICICI બેંકના શેર ખરીદવાની સલાહ આપી છે. આ સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમે તેને 900 રૂપિયાના સ્તરે ખરીદી શકો છો અને તેને 940 રૂપિયામાં વેચી શકો છો.
ઉલ્લેખનીય છે કે શેર માર્કેટમાં રોકાણ કરી તમે ઝડપથી સારી કમાણી કરી શકે છે. જોકે તેમા જોખમ પણ ખૂબ વધારે હોય છે. શેર બજારમાં ખોટ ખાવા ન માગતા હોવ તો સૌથી પહેલા માર્કેટનું રિસર્ચ કરી લેવું ખૂબ જ જરૂરી છે. શેર બજારમાં રોકાણ બજારના જોખમના આધિન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી.