30.3 C
Gujarat
November 20, 2024
EL News

અમદાવાદમાં આવતી કાલે ચૂંટણી હોવાથી EVM, VVPATનું વિતરણ કરાયું

Share
Ahmedabad :
અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે EVM, VVPAT અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી નિમિતે અમદાવાદમાં કર્મચારીઓ EVM અને બૂથ સામગ્રી સાથે બૂથ પર જવા માટે નીકળી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે.
PANCHI Beauty Studio
Advertisement
અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 સખી બૂથ હશે જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. અમદાવાદમાં 11 સ્થળોએ ટેન્ટ સાથે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. મતદાન કર્મચારીઓની તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. દરેક બૂથમાં ઈવીએમની સાથે રિઝર્વ ઈવીએમ પણ છે. મતદાન પૂર્ણ થયા બાદ જે ઈવીએમમાં ​​મતદાન થયું છે તેને સુરક્ષા કર્મચારીઓ સાથે મતગણતરી કેન્દ્રમાં લઈ જવામાં આવશે.

આ પણ વાંચો…રેસિપી / શિયાળામાં બનાવો ગરમાગરમ વટાણાના પરાઠા

  સુરક્ષા કર્મચારીઓ સાથે EVMને મતગણતરી કેન્દ્ર પર લઈ જવામાં આવ્યા છે. અમદાવાદમાં કર્મચારીઓ બૂથ પર ઈવીએમ અને સામગ્રી લઈને બૂથ પર જવા રવાના થઈ રહ્યા છે. દરેક બૂથમાં ઈવીએમની સાથે રિઝર્વ ઈવીએમ પણ છે. મતદાન પૂર્ણ થયા બાદ જે ઈવીએમમાં ​​મતદાન થયું છે તેને સુરક્ષા કર્મચારીઓ સાથે મતગણતરી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. રિઝર્વ ઈવીએમ નાખવામાં આવ્યા નથી તે ગોડાઉનમાં લઈ જવામાં આવશે.
ઈવીએમને પણ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે. કેટેગરી Aમાં સામાન્ય મતદાનનો સમાવેશ થાય છે, કેટેગરી Bમાં રિપ્લેસમેન્ટ વોટ, કેટેગરી C મોક પોલ્સ અને કેટેગરી Dમાં બિનઉપયોગી EVMનો સમાવેશ થાય છે. કુલ 5 હજાર 599 મતદાન મથકોમાંથી 2 હજાર 800 મતદાન મથકો પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. મતદાન માટે કુલ 9 હજાર 154 સીયુ મશીન, 9 હજાર 154 બીયુ મશીન અને 9 હજાર 425 વીવીપીએટી મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સૂરતમાં ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે

elnews

વાગરાની 14 શાળાના 3000 વિદ્યાર્થી સાથે અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી થઈ

elnews

બૂથ સશક્તિકરણ અભિયાન-2023 સી.આર. પાટીલની હાજરી

cradmin

Leave a Comment

error: Content is protected !!