Shivam Vipul Purohit:
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ગોધરા ખાતે ભવ્ય રોડ શો કાર્યક્ર્મ યોજાયો હતો, યોગી આદિત્યનાથને નિહાળવા શહેરનાં મુખ્ય માર્ગો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
ગોધરા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર સી કે રાઉલજીનાં પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથએ ગોધરા ખાતે રોડ શો કર્યો અને ત્યારબાદ લાલબગ ટેકરીના ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી.
ગોધરા શહેરના સરદારનગર ખંડથી ચર્ચ સર્કલ, પાંજરાપોળ કલાલ દરવાજા થઈને લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ મેદાન સુધી રોડ શો યોજાયો હતો.
ત્યારબાદ લાલબાગ મેદાનમાં જાહેર સભા સંબોધી હતી, રોડશો દરમીયાન યુપીનાં મુખ્યમંત્રી યોગીની ઍક ઝલક નીહાળવા માંટે શહેરનાં મુખ્ય માર્ગો પર લોકોની ભારે ભીડ જામી હતી.
જય શ્રી રામનાં ગગન ચુંબી સૂત્રોચાર અને લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે યોગી આદિત્યનાથનો રોડ શો કાફલો લાલબાગ મેદાન ખાતે પહોંચ્યો હતો, જ્યાં જાહેરસભા સંબોધતા યોગીએ ગોધરાને રામ મંદિર માટે બલિદાન આપનારની ધરતી કહી હતી.
યોગીએ પોતાના પ્રવચનમાં ગોધરાની ધરતીને રામ મંદિર માટે બલિદાનની ધરતી કહી હતી સાથે સાથે ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું હતુંં.
ગુજરાતમાં સર્વે પ્રમાણે ભાજપની મોટી જીત થનાર છે અને ભાજપની જ સરકાર બની રહી છે એમ જણાવ્યું હતું સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતા પરહોત તો અયોધ્યામાં રામ મંદીરનું નિર્માણ ક્યારેય ન થયુ હોત તેમ જણાવ્યું હતું.