Rajkot :
રાજકોટ જિલ્લાના ૧૨ હજાર જેટલા ચૂંટણી સ્ટાફના ફરજ બુથ કરાયા નક્કી આજે રાજકોટની કલેકટર કચેરી ખાતે પોલિંગ સ્ટાફના ફાઈનલ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રાજકોટ જિલ્લામાં વિધાનસભાની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા તપાસ, સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ત્યારે આજે ચૂંટણી તંત્ર દ્વારા આજે ૧૨ હજાર જેટલા સ્ટાફનું અંતિમ રેન્ડમાઇઝેશ કરવામાં આવ્યું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે ૧૨ હજાર જેટલા સ્ટાફનું અંતિમ રેન્ડમાઇઝેશ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સ્ટાફના ફરજના મતદાન મથક નક્કી થયા છે. કાલે સવારે આ તમામ સ્ટાફને સ્ટ્રોંગરૂમ ખાતેથી રવાના કરાશે. તેઓ સાંજ સુધીમાં મતદાન મથકોનો કબ્જો સંભાળી લેશે. રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં આજરોજ કલેકટર કચેરી ખાતે પોલિંગ સ્ટાફના ફાઈનલ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો… ભારતમાં ખરીદવા યોગ્ય ટોપ ક્રિપ્ટો ટોકન્સની લિસ્ટ
જેમાં પ્રિસાઈડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઑફિસર, પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસરની ટીમને ક્યાં મતદાન મથક પર ફરજ બજાવવાની રહેશે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. સાથો સાથ બેઠક અનુસાર આશરે 237 જેટલા માઈક્રો ઓબઝર્વરની રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જનરલ ઓબ્ઝર્વરો નીલમ મીણા, સુશીલકુમાર પટેલ, પ્રીતિ ગહેલોત, મિથીલેશ મિશ્રા, શિલ્પા ગુપ્તા, વી.વી.જ્યોત્સના, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર ઉપસ્થિત રહ્યા હતા.