Vadodara :
વડોદરામાં ભાજપે 50થી વધુ કાર્યકર અને કેટલાક નેતાને સસ્પેન્ડ કર્યા છે ત્યારે ભાજપ સિદ્ધુપુરમાં પણ આકરા પાણીએ જોવા મળી હતી. ભાજપાએ સિદ્ધપુરમાં 5 જેટલા નેતાને સસ્પેન્ડ કર્યા હતા. આ તમામ પર કોંગ્રેસને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે તે કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળ્યા હતો.
સિદ્ધપુર ભાજપના આ પાંચ નેતાઓ પર પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનો આરોપ છે. આ પાંચેય નેતાઓને ગુજરાત ભાજપ દ્વારા પાર્ટીને નુકસાન પહોંચાડનારી પ્રવૃત્તિઓ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ક્યાંક નેતાઓ અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોઈ પક્ષ પોતાના જ નેતાઓને પક્ષ વિરોધી પગલાં લેવા બદલ સસ્પેન્ડ કરી રહ્યો છે. તેમાં ભાજપ આ વખતે અગ્રેસર છે કેમ કે, ભાજપ તાજેતરમાં જ તેમની સામે અપક્ષમાં દાવેદારી કરી છે તેવા 12 ધારાસભ્યો, નેતાને પણ સસ્પેન્ડ કર્યા છે. ટિકિટ માટે આ વખતે ટેન્શન પહેલાથી જ હતું ત્યારે આ ધારાસભ્યોની સાથે સાથે નેતાઓને પણ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો… અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો બીજો રોડ શો
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પક્ષ વિરોધી પ્રવૃતિના આરોપસર પાંચ હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જિલ્લાની ચારેય બેઠકો પર આંતરકલહ જોવા મળી રહ્યો હતો. ક્યાંક સ્થાનિક ઉમેદવારની ટિકિટ માટે તો ક્યાંક મનપસંદ ઉમેદવાર માટે જંગ જામ્યો હતો. ત્યારે સિદ્ધપુર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના કેટલાક હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુવા મોરચાના પ્રમુખ, ભાજપ તાલુકા ઉપપ્રમુખ, શહેર તાલુકા મહામંત્રી સહિત પાંચ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.