Business :
જો તમે પણ ઓછા રોકાણથી તમારો બિઝનેસ શરૂ કરવા માગો છો અને બમ્પર નફો મેળવવા માગો છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. આજે અમે તમારા માટે એક એવો બિઝનેસ લઈને આવ્યા છીએ જેમાં તમારે ઓછું રોકાણ કરવું પડશે અને લાખો રૂપિયાની કમાણી થશે. આજે અમે આપને જણાવીશું કે તમે કઈ રીતે કોઈ ખાસ છોડની ખેતી કરીને સારા રૂપિયા કમાઈ શકો છો. એટલું જ નહીં કેન્દ્ર સરકાર તેના માટે આર્થિક મદદ પણ કરે છે.
બોન્સાઈ પ્લાન્ટ (Bonsai Plant) એક એવો છોડ છે જેને આજકાલ ગુડલક આપનારો માનવામાં આવે છે. તમે આ પ્લાન્ટ દ્વારા સારી કમાણી કરી શકો છો. આજે અમે આપેને જણાવીશું કે તમે આ છોડની ખેતી કેવી રીતે કરી શકો છો અને તેના માટે તમારે કેટલા રૂપિયા ખર્ચવા પડશે. કેન્દ્ર સરકાર પણ આ ખેતી માટે આર્થિક સહાય આપે છે.
આજકાલ બોન્સાઈને લકી પ્લાન્ટ માનવામાં આવે છે. તેનો ઉપયોગ ઘર અને ઓફિસની સજાવટ માટે પણ કરવામાં આવે છે. આ કારણે આજકાલ તેમની માગ ઘણી વધારે છે. બજારમાં આ છોડની કિંમત 200 રૂપિયાથી લઈને 2500 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ સિવાય બોન્સાઈ પ્લાન્ટના શોખીન લોકો તેની કિંમત ચૂકવવા તૈયાર છે. એટલે કે તમે તેની ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો.
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે છોડ પર પાણી છાંટવા માટે સ્વચ્છ પાણી, રેતાળ માટી અથવા રેતી, પોટ અથવા કાચના પોટ, જમીન અથવા ટેરેસ, 100 થી 150 ચોરસ ફૂટ, સ્વચ્છ કાંકરા અથવા કાચની ગોળીઓ, પાતળા વાયર, છોડ પર છટકાંવ માટે સ્પ્રે બોટલ અને શેડ બનાવવા માટે જાણીની જરૂર પડશે. આપને જણાવી દઈએ કે જો તમે આ બિઝનેસને નાના સ્કેલ પર શરૂ કરો છો તો લગભગ 5 હજાર રૂપિયાનું રોકાણ થશે. બીજી તરફ જો આપણે સ્કેલમાં થોડો વધારો કરીએ તો 20 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થશે.
આ પણ વાંચો… લાલ મૂળામાં વિટામિન B, A, C, K, B6 જેવા પોષક તત્વો શરીરમાં ઉર્જારૂપી બને છે.
તમે આ બિઝનેસ ખૂબ જ ઓછી મૂડીથી શરૂ કરી શકો છો. જો કે તમને નફો મેળવવામાં થોડો સમય લાગશે કારણ કે બોન્સાઈ પ્લાન્ટ તૈયાર થવામાં ઓછામાં ઓછા બેથી પાંચ વર્ષનો સમય લાગે છે. આ સિવાય તમે નર્સરીમાંથી તૈયાર છોડ લાવીને 30 થી 50 ટકા વધુ ભાવે વેચી શકો છો.
બોન્સાઈ પ્લાન્ટની ખેતી પર ત્રણ વર્ષમાં સરેરાશ 240 રૂપિયા પ્રતિ છોડનો ખર્ચ થશે, જેમાં તમને પ્રતિ છોડ 120 રૂપિયાની સરકારી સહાય મળશે. 50 ટકા સરકારી હિસ્સામાંથી 60 ટકા કેન્દ્ર અને 40 ટકા રાજ્ય દ્વારા વહેંચવામાં આવશે. જિલ્લાના નોડલ ઓફિસર તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપશે.
બોંસાઈની જરૂરિયાત અને પ્રજાતિ અનુસાર તમે એક હેક્ટરમાં 1500 થી 2500 છોડ વાવી શકો છો. જો તમે 3 x 2.5 મીટરમાં એક છોડ લગાવો છો, તો એક હેક્ટરમાં લગભગ 1500 છોડ લાગશે. આટલું જ નહીં, જો તમે ઇચ્છો તો, તમે બે છોડની વચ્ચે છોડેલી જગ્યામાં બીજો પાક ઉગાડી શકો છો. તેનાથી તમે 4 વર્ષ પછી 3 થી 3.5 લાખ રૂપિયા કમાવા લાગશો. ખાસ વાત એ છે કે આમાં તમારે દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂર નહીં પડે.