Shivam Vipul Purohit, Panchmahal:
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં સમાવેશ થતી શહેરા, મોરવા હડફ, ગોધરા ,કાલોલ ,અને હાલોલ બેઠક ઉપર આ વખતની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે.
પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોને લઈને ક્યાંક ઉમેદવારો પ્રત્યે નારાજગી તો ક્યાંક કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થર મારો તો ક્યાંક કેટલાક સક્રિય ભાજપ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા રાજીનામાં કરી દીધા છે.
તો આ તમામ બાબતોને લઈને 2017 નો ઇતિહાસ અને આવનાર 2022 માં કયા પ્રકારનો માહોલ સર્જાશે આ તમામ બાબતનું સવિસ્તાર માહિતી જોઈએ.
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા ક્ષેત્રમાં વર્ષ 2017 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં ગોધરા ,શહેરા, કાલોલ અને હાલોલ એમ ચાર સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી એ બહુમતી હાસિલ કરી હતી.
જ્યારે એક સીટ ઉપર મોરવા હડફ બેઠક પર અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી પરંતુ અપક્ષ બેઠક ઉપર ચૂંટણી લડેલ ઉમેદવારના ખોટા આદિવાસી પ્રમાણપત્રના લીધે અપક્ષ ઉમેદવારીને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ત્યારબાદ અહીં મોરવા હડફ બેઠક ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં આ સીટ પણ ભારતીય જનતા પાર્ટી હાસિલ કરી હતી હાલની વર્તમાન સ્થિતિમાં પાંચેય જિલ્લાની પાંચેય બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભામાં વાત કરવામાં આવે તો ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ લઘુમતી સમાજનું પ્રભુત્વ ધરાવતું વોટબેંક છે.
જ્યારે શહેરા વિધાનસભા બેઠક ઉપર સૌથી વધારે ક્ષત્રિય સમાજના વોટ વધારે છે તે છતાં પણ અહીં બેઠક ઉપર ભરવાડ સમાજના જેઠાભાઇ ભરવાડને ઉમેદવાર તરીકે પસંદ કરી ક્ષત્રિય સમાજ વોટ આપે છે.
જ્યારે મોરવા હડફ બેઠક ઉપર સૌથી વધુ આદિવાસી સમાજનું પ્રભુત્વ અને કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં પણ સૌથી વધારે ક્ષત્રિય સમાજ લોકોના વોટ છે.
હાલોલ વિધાનસભા ક્ષેત્રમાં પણ સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોનું પ્રભુત્વ છે. આમ પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની વાત કરવામાં આવે તો સૌથી વધુ શહેરા કાલોલ અને હાલોલ એમ ત્રણ બેઠકો પર સૌથી વધુ ક્ષત્રિય સમાજ મજબૂત વોટ બેંક છે.
જ્યારે ગોધરા વિધાનસભા સીટ ઉપર લઘુમતી સમાજ અને મોરવા હડફ બેઠક ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે..
આવો જોઈએ ક્યાં શું પરીસ્થીતી…