Rajkot :
ખેડૂતોને પોતાની મગફળીનો પોષણક્ષમ ભાવો મળવાના કારણે સૌરાષ્ટ્ર ભરના ખેડુતો રાજકોટ તરફ વળ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ ગુણીની આવક થવા પામી છે. હાલ, મગફળીની વધુ પડતી આવક થવાના કારણે મગફળીની આવક અટકાવી દેવામાં આવી છે. ખેડુતો રાજકોટ યાર્ડમાં વેંચાણ અર્થે સારી કવોલીટીની મગફળીનો ઢગલો કરી રહ્યા છે.
મગફળીથી યાર્ડ ઉભરાય રહ્યું છે. આ અંગે વધુ માહીતી આપતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, પોષણક્ષમ ભાવો મળવાને કારણે સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેંચાણ અર્થે જણસી લાવી રહ્યા છે.હાલ માલનો ભરાવો થઈ રહ્યો છે. ખેડૂતોને મગફળીના સારા ભાવો મળવાના કારણે સતત ત્રીજી વખત મગફળીની એક લાખ ગુણીની આવક થવા પામી છે.
આ પણ વાંચો…અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગમાં ગેરહાજર કર્મચારીઓ સામે ફરીયાદ
હાલ માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીની મગફળીનો ભાવ ૧૨૦૦ થી ૧૩૦૦ રૂપિયા બોલાય રહ્યો છે. જ્યારે મિડીયમ ગુણવતા વાળી મગફળીનો ભાવ ૧૧૫૦ થી ૧૨૫૦ સુધી બોલાઈ રહ્યો છે.જ્યારે પ્રમાણમાં હલકી ગુણવત્તા વાળી મગફળીનો ભાવ ૧૦૦૦ થી ૧૧૫૦ બોલાઈ રહ્યો છે.હાલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીના પ્રમાણમાં કપાસની આવક ઓછી છે દિવાળી બાદ ગુણવતાવાળી મગફળીનો ભાવ પણ આસમાને આંબી ગયા છે.મગફળીથી યાર્ડ ઉભરાઈ જવાના કારણે હાલ મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે.