22.6 C
Gujarat
November 25, 2024
EL News

અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગમાં ગેરહાજર કર્મચારીઓ સામે ફરીયાદ

Share
Ahmedabad :

અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગ પ્રક્રીયા દરમિયાન ગેરહાજર રહેલા કર્મચારીઓ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે ચૂંટણી પ્રશિક્ષણ પ્રક્રિયામાં હાજરી ન આપનાર કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 27,000 કર્મચારીઓમાંથી 10 ટકા કર્મચારીઓને ગેરહાજર રહેતા નોટિસ આપવામાં આવી છે. 40 જેટલા કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વોરંટ ઇસ્યુ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

PANCHI Beauty Studio
Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી ટ્રેનિંગ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે પરંતુ કેટલાક કર્મચારીઓ આ ચૂંટણીને લગતી ટ્રેનિંગ પ્રક્રીયામાં ગેર હાજર રહે છે. જેમાં ગેરહાજર રહેલા કર્મચારીઓ સામે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે. આ સાથે ગેરહાજર રહેલા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો… જાણો ખજૂરના તમારા સ્વાસ્થ્ય માટેના ફાયદા

ચૂંટણી પંચે સરકારી કર્મચારીઓને ચૂંટણીને લઈને કેટલીક વિશેષ જવાબદારીઓ સોંપી છે. આ માટે એક તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ તાલીમ કાર્યક્રમમાં હાજરી ન આપનાર સામે અમદાવાદ કલેક્ટરે લાલ આંખ કરી છે. આ મામલે ખુલાસો પણ કેટલાક કર્મચારીઓ કરી રહ્યા છે. જે કર્મચારીઓ સેવામાં નથી તેઓ અલગ-અલગ કારણો આપી રહ્યા છે. કેટલાક લગ્ન, બિમારીનું કારણ ધરી રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પંચે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસ સાથે  કરાર કર્યો છે.  કોર્પોરેટ હાઉસો તેમના કર્મચારીઓ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરે છે કે નહીં તેના પર નજર રાખશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં હજારો લોકો સાથે તિરંગાયાત્રા.

elnews

વડોદરામાં શાળાઓ શરૂ કરવા સરકાર પાસે માંગી મંજૂરી

elnews

31 ડિસેમ્બર, દારુની મહેફિલ અને ૫૫ લાખ જેટલી રોકડ…

elnews

Leave a Comment

error: Content is protected !!