Business :
ભારતીય શેરબજાર હવે ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે. બજારમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એ રોકાણકારોને આવા 5 શેરો વિશે જણાવ્યું છે, જે ભવિષ્યમાં રોકાણકારોને જબરદસ્ત કમાણી કરીને આપી શકે છે. બ્રોકરેજ કહે છે કે રોકાણકારો આ શેરમાંથી 14 ટકાથી 45 ટકા સુધીનું રિટર્ન મેળવી શકે છે.
બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ (Brigade Enterprises) : તે મિડ-કેપ સ્ટોક છે જેની વર્તમાન કિંમત 495 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 11,415 કરોડ રૂપિયા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસના શેરે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 178 ટકા રિટર્ન આપ્યું છે. મોતીલાલ ઓસવાલે 720 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આ રીતે આ સ્ટોક આવનારા સમયમાં 45 ટકા રિટર્ન આપી શકે છે.
ભારત ફોર્જ (Bharat Forge) : આ સ્ટોક હાલમાં 853 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 39,732 કરોડ રૂપિયા છે. આ શેરે છેલ્લા 3 વર્ષમાં 93 ટકા રિટર્ન આપ્યું છે. મોતીલાલ ઓસ્વાલ પણ આ સ્ટોકમાં સારી સંભાવનાઓ જોઈ રહ્યા છે. બ્રોકરેજે તેને બાય રેટિંગ આપ્યું છે અને તેની કિંમત 985 રૂપિયા નક્કી કરી છે.
આ પણ વાંચો… મૂળાના કોફતા બનાવવા માટેની રેસીપી
મહાનગર ગેસ (Mahanagar Gas) : મહાનગર ગેસના વર્તમાન શેરની કિંમત 898 રૂપિયા છે. મોતીલાલ ઓસવાલે 1,025 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈસ સાથે શેર પર બાય રેટિંગ આપ્યું છે. છેલ્લા 1 મહિનામાં આ શેરે રોકાણકારોને 11 ટકા રિટર્ન આપ્યું છે.
મણપ્પુરમ ફાઇનાન્સ (Manappuram Finance) : મણપ્પુરમ ફાઇનાન્સ મિડ કેપ સ્ટોકની વર્તમાન કિંમત 116 રૂપિયા છે. આ શેરે છેલ્લા 5 વર્ષમાં 23 ટકા રિટર્ન આપ્યું છે. તેની માર્કેટ કેપિટલ 9856 કરોડ રૂપિયા છે. મોતીલાલ ઓસવાલે રોકાણકારોને તેને ખરીદવાની સલાહ આપી છે, તે 140 રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે.
લેમન ટ્રી હોટેલ્સ (Lemon Tree Hotels) : હાલમાં આ મિડ કેપ સ્ટોક 91 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટોકે છેલ્લા 1 વર્ષમાં 59 ટકા રિટર્ન આપ્યું છે. મોતીલાલ ઓસ્વાલનું લેમન ટ્રી હોટેલ્સ પર બાય રેટિંગ છે જેની લક્ષ્ય કિંમત 110 રૂપિયા છે.