Vadodara :
ગુજરાતમાં ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં ડભોઈ વિધાનસભા સૌથી અલગ છે કેમ કે, અહીંયા ઉમેદવારોના રીપિટ જીતવાના ચાન્સિસ બહું ઓછા હોય છે. એટલે કે રાજસ્થાનની જેમ જીત હાર થતી આવી છે.
અહીંના મતદારોએ ક્યારેય એકને એક ઉમેદવારને તક આપી નથી
વડોદરા જિલ્લાના ડભોઇ મતવિસ્તારમાં એક રસપ્રદ રેકોર્ડ છે. 1962 માં તેની રચના થઈ ત્યારથી, અહીંના મતદારોએ ક્યારેય એકને એક ઉમેદવારને તક આપી નથી. 2017 સિવાય કોઈ રીપિટ નથી થયું તે સતત બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું આ સિવાય આ રેકોર્ડ બરકરાર રહ્યો છે. 2012માં આ મિથ તોડનાર શૈલેષ મહેતાને પાર્ટી દ્વારા ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ સતત ત્રીજી વખત સીટ જીતે તેવી ધારણા છે.
આ પણ વાંચો… અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ – ભરતસિંહનું દિવાલ પર નામ લખ્યુ
1995થી ડભોઈ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જીતતા આવ્યા
આ એક પ્રકારનો રેકોર્ડ પણ છે કારણ કે ભાજપે ડભોઈ બેઠક માટે ક્યારેય તેના ઉમેદવારને રિપીટ કર્યા નથી. શૈલેષ મહેતા પહેલા વ્યક્તિ છે જેને સતત બીજી વખત ટિકિટ આપવામાં આવી છે. 1995થી ડભોઈ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જીતતા આવ્યા છે.
1998માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ ડભોઈ બેઠક પરથી જીત્યા
1998માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ ડભોઈ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 2002માં ભાજપના ઉમેદવાર હારી ગયા હતા. સિદ્ધાર્થે 2007માં બીજેપીના અતુલ પટેલને હરાવીને સીટ પાછી મેળવી હતી, પરંતુ 2012માં ભાજપના બાલકૃષ્ણ પટેલ સામે 5,100થી વધુ મતોથી હારી ગયા હતા. આ પછી ભાજપે 2017માં મેદાને મહેતાને ઉતાર્યા હતા. આ બેઠક પર પટેલ સમુદાયના લગભગ 25 ટકા મતદારો છે પરંતુ મહેતાએ આ બેઠક જીતીને સૌને ચોંકાવી દીધા હતા.
આ વખતે મળશે કોને ચાન્સ
આ બેઠક પર આ વખતે રસ્તાઓ, ઓવર બ્રિજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ સહિત ઘણા વિકાસના કામો કર્યા છે. કોંગ્રેસ માટે પણ આ વખતે પડકાર રહી શકે છે જો કે, ઈતિહાસ પ્રમાણે કોંગ્રેસને વધુ ચાન્સ પણ છે. આ એક ઐતિહાસિક નગર છે જેની એલ અલગ વિશેષતા પણ છે.