Ahmedabad :
આજે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવા કાર્યકરો દ્વારા ભારે હોબાળા સાથે વિરોધ અને તોડફોડ કરાઈ હતી. નંબરપ્લેટો તોડીને ભરતસિંહનું નામ દિવાલ પર લખીને, ભરત સિંહ પર પૈસા માટે ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરોએ આક્રમક દેખાવો કર્યા હતા. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોએ ઈમરાન ખેડાવાલાને ટિકિટ કેમ અપાઈ તેને લઈને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલાક કાર્યકરોએ કોંગ્રેસમાંથી વટવા બેઠક પર ઉમેદવારને ટિકિટ અપાતા વિરોધ કરાયો હતો. મૂળ બાવળાના ઉમેદવારને ટિકિટ અપાઈ હોવાનું તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો… અમદાવાદ કમિશનરનું જાહેરનામું – ઉમેદવારી ફોર્મ ભરવા આવતી સમયે વાહનો, ટોળા નિયંત્રણ અંગે જાહેરનામું
રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કર્યા બાદ વિરોધનો વંટોળ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે ત્યારે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ પક્ષોમાં વિરોધનો અવાજો ઉઠવા પામ્યો છે. જમાલપુરના કાર્યકરોએ ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપી તે બાદ વિરોધ કર્યો હતો. જનાદેશ રદ કરવાની માંગ સાથે જમાલપુરમાં દેખાવો થઈ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના રોષે ભરાયેલા કાર્યકરો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ઓફિસમાં ઘૂસીને ભરતસિંહના પોસ્ટરો સળગાવી દીધા હતા.
આ સાથે ભરતસિંહ સોલંકીની નેમ પ્લેટ પણ તોડી નાખી હતી. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આક્રમક દેખાવ આ મામલે વિરોધ કરી કર્યા હતા.