18.5 C
Gujarat
November 22, 2024
EL News

અમદાવાદ કમિશનરનું જાહેરનામું – ઉમેદવારી ફોર્મ ભરવા આવતી સમયે વાહનો, ટોળા નિયંત્રણ અંગે જાહેરનામું

Share
Ahmedabad :

ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. તે અન્વયે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022એ તા.૦૧/૧૨/૨૦૨૨ તથા તા.૦૫/૧૨/૨૦૨૨ એમ બે તબક્કામાં મતદાન યોજનાર છે

ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી તરફથી ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા આવતા તેઓની સાથે આવતા વાહનોના કાફલા તેમજ ટોળાના કારણે ચૂંટણી અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મુશ્કેલી પડતી હોય જેના નિયંત્રણ માટે સૂચનાઓ આપવામાં આવેલ છે.
PANCHI Beauty Studio
Advertisement
જે અન્વયે વાહનો લઈને આવતા ઉમેદવાર સાથે ઉમેદવારી ફોર્મ ભરવા આવનાર પર પ્રતિબંધ ફરમાવાનું મુક્ત અને ન્યાય વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે જરૂરી જણાય છે. જેથી હું સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧) બી,સી થી મને મળેલ અધિકારની રૂએ નીચે પ્રમાણે ફરમાવું છું.
આ પણ વાંચો…10 હજાર રૂપિયા રોકાણ કરવા પર મળશે 28 લાખ રૂપિયા, જાણો કેવી રીતે
ઉમેદવારી ફોર્મ ભરવા આવતી વખતે ઉમેદવાર અને તેઓના ટેકેદારો ત્રણથી વધુ વાહનોનો ઉપયોગ કોનોયમાં કરી શકશે નહીં. ઉમેદવારી ફોર્મ ભરવા આવતી વખતે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ વાહન લઈ જઈ શકશે નહીં. તેમ જ ઉમેદવાર સહિત ટેકેદારો પાંચ થી વધારેની સંખ્યામાં ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીના કક્ષમાં પ્રવેશ કરી શકશે નહીં. આ બાબતે વાહન અંગે નો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં પાડવાનો રહેશે.
આ જાહેરનામું તા. ૧૭/૧૧/૨૦૨૨ ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ ની હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ ૧૮૮ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં મણિનગરમાંથી મળ્યો માતા-પુત્રીનો મૃતદેહ

elnews

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ આયોજિત કાર્યક્રમ

elnews

અમદાવાદ અટલ બ્રિજ માટે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરુ

elnews

Leave a Comment

error: Content is protected !!