Business :
તમારા હાથમાં છેલ્લી વાર ક્યારે 2000 રૂપિયાની ગુલાબી નોટ (2000 રૂપિયાની નોટ) આવી હતી? બે હજાર રૂપિયાની નોટને છૂટા કરવા માટે તમે છેલ્લી વાર ક્યારે જ્યાં ત્યાં ફરતા હતા. લાંબો સમય થઈ ગયો છે. કારણ કે આ દિવસોમાં આપણા ચલણની સૌથી મોટી નોટનું સર્ક્યુલેશન ઘટી ગયું છે. રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં આ વિશે મોટી માહિતી આપી છે.
રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટની અછતને લઈને એક મોટું કારણ સામે આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. જેના કારણે બજારમાં 2000 રૂપિયાની નોટનું ચલણ ઘટી ગયું છે.
આ પણ વાંચો…ચાના ફાયદાઃ સામાન્ય ચાને બદલે આ કડક ચા પીવાનું શરૂ કરો, તમને ઘણી સમસ્યાઓથી રાહત મળશે
ક્યારે જાહેર કરવામાં આવી હતી 2000ની નોટ
નવેમ્બર 2016માં નોટબંધી બાદ રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ તમામ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરાઈ હતી હતી. આ કરન્સીના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ તે નોટોના મૂલ્યને સરળતાથી ભરપાઈ કરશે, જે ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, 2000 રૂપિયાની નોટ બહાર આવવાથી બાકીની નોટોની જરૂરિયાત ઘટી ગઈ છે.
શું બંધ થઈ ગઈ નોટો ?
31 માર્ચ 2017ના રોજ, ચલણમાં રહેલી નોટોના કુલ મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 50.2 % હતો. ત્યારે 31 માર્ચ, 2022ના રોજ ચલણમાં રહેલી કુલ નોટોના મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 13.8 % હતો. જો કે, રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બંધ કરી નથી, પરંતુ તે છાપવામાં આવી રહી નથી.
ક્યારથી છપાવાનું થયું બંધ ?
વર્ષ 2017-18 દરમિયાન દેશમાં સૌથી વધુ 2000ની નોટો ચલણમાં હતી. આ દરમિયાન બજારમાં 2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. હકીકતમાં સરકાર RBI સાથે વાત કર્યા પછી નોટ છાપવા અંગે નિર્ણય લે છે. એપ્રિલ 2019થી કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની એક પણ નોટ છાપી નથી.
2000 રૂપિયાની નોટો ન છાપવાના કારણે હવે તે લોકોના હાથમાં ઓછી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે, ATMમાંથી પણ આ નોટો ભાગ્યે જ બહાર આવી રહી છે. આગામી સમયમાં રિઝર્વ બેંક તેને છાપવાનું શરૂ કરશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.