Business :
પૈસા માટે કામ ન કરો, તમારા પૈસા કામમાં લગાવો. આ કહેવત એવા લોકો માટે એકદમ બંધબેસે છે જેઓ જાણે છે કે ક્યાં રોકાણ કરવું અને ક્યાં નહીં. જો તમે કોઈપણ રોકાણ વિકલ્પમાં સમજદારીપૂર્વક તમારા પૈસાનું રોકાણ કરો છો, તો તેના ડૂબી જવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. તે જ સમયે તમે પૈસામાંથી પૈસા કમાવવાનું શરૂ કરો છો. તેના માટે સૌથી જરૂરી છે કે તમે યોગ્ય રોકાણ વિકલ્પો પસંદ કરો.
લાંબા ગાળાના રોકાણો હંમેશા આપણું ધ્યાન ખેંચે છે પરંતુ આપણે ટૂંકા ગાળાના રોકાણના વિકલ્પો પર પણ ધ્યાન આપવું જોઈએ. એવા ઓપ્શન કે જે 1-5 વર્ષમાં તમારા પૈસા બમણા કરે. આજે આપણે આ રોકાણ ઓપ્શન વિશે વાત કરીશું.
આ પણ વાંચો…વડાપ્રધાન મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, ખાતરને લઈ સરકારે કરી મોટી જાહેરાત
અલ્ટ્રા શોર્ટ ડ્યૂરેશન ફંડ્સ
આ એક ડેટ ફંડ છે જે કંપનીઓને 3 થી 6 મહિના માટે ઉધાર આપે છે. આ ફંડની લોનની મુદત ટૂંકી હોય છે, તેથી તેમા થોડું વધારે જોખમ હોય છે. જો કે આ હજુ પણ રોકાણ માટે સૌથી ઓછી જોખમી યોજનાઓમાંની એક છે. જો તમે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે રોકાણ કરો છો, તો અહીં નાણાં ગુમાવવાની શક્યતા નહિવત્ હશે. આ યોજનાઓ સમાન કાર્યકાળની એફડીની તુલનામાં થોડું વધારે રિટર્ન આપે છે.
લિક્વિડ ફંડ્સ
લિક્વિડ ફંડનો ઉપયોગ ઓછામાં ઓછા એક દિવસથી લઈને 90 દિવસ સુધીના રોકાણ માટે થઈ શકે છે. જેમ જ તમે તેને રિડીમ કરો છો, બે થી ત્રણ કામકાજી દિવસોમાં પૈસા તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. તેની નેટ એસેટ વેલ્યુમાં ખૂબ જ ઓછો ઘટાડો જોવા મળે છે. લિક્વિડ ફંડ્સ પર ટેક્સ પછીનું રિટર્ન 4 ટકાથી 7 ટકાની વચ્ચે હોય છે.
પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ
પીઓટીડી (POTD) તમારા ઘરની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં એક વર્ષ માટે ખોલી શકાય છે. ભારત સરકાર તેમના પર બેંક FD જેવી સંપૂર્ણ ગેરંટી આપે છે. આનો લોક-ઇન પીરિયડ એક વર્ષનો હોય છે, પરંતુ કટોકટીના કિસ્સામાં તેને ગિરવે મૂકી તેના મૂલ્યની 75 ટકા રકમ ઉપાડી શકાય છે.