Ahmedabad :
સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં AMC દ્વારા ગાર્ડન ડેવલોપ બનાવવા અને ગાર્ડન રી-ડેવલોપ કરવા સહિતના ૮૫૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે.
હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ વેસ્ટ ટુ એનર્જિ પ્લાન્ટનાં પ્રોજેકટનાં કામમાં એજ્ન્સીની મળેલ રજુઆત અન્વયે કામગીરીની મુદત લંબાવવાના કામને મંજુરી આપવામાં આવી.
રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી પૂર્વ, દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય અને ઉત્તરઝોનમાં જુદા જુદા વોર્ડોમાં જુદા જુદા પ્રકારના કામો જેવા કે, ગાર્ડન ડેવલોપ કરવાના કામો અને ગાર્ડન રી-ડેવલોપ કરવાના કામ માટે કુલ મળી રૂ. ૮૫૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
આ પણ વાંચો… વડોદરામાં મહિલાને માથાના ભાગે ઝાડું મારતા મહિલાનું મોત
વધુમાં, અમદાવાદ બોટાદ રેલ્વે લાઈન ઉપર ચાલતી ગેજ કન્વર્જનની કામગીરી અંતર્ગત લેવલ ક્રોસિંગ નં. ૨૬ (મકરબા લેક) અન્ડરપાસ માટે એપ્રોચની કામગીરી અન્વયે એસ.જી. હાઈવે તરફ્ના એપ્રોચમાં નડતરરૂપ ૨૦૦૦ મી.મી. અને ૧૮૦૦ મી.મી. વ્યાસની સ્ટોર્મ વોટર ટ્રન્ક મેઈન લાઈનને હટાવી તેની જગ્યાએ નવું આર.સી.સી.બોક્ષ, ડકટ બનાવવાના કામ માટે રૂા. ૯૯ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી છે.
આ ઉપરાંત કોર્પોરેશન તરફથી આજે રઝળતા પકડાયેલાં પશુઓ પૈકી સગર્ભા હોય તેવી ગાયો તથા જે પશુઓ દૂધાળાં હોય અને તેમના બચ્ચાઓને દૂધ પીવડાવતા હોય તેવા પશુઓના શરીરમાંથી દૂધનો નિકાલ ન થાય તો તે જીવલેણ થવાની સંભાવના રહે છે. આવા અબોલ અને જરૂરિયાતવાળા પશુઓને માનવતાના ધોરણે પશુ દીઠ રૂા. ૫,૦૦૦ દંડ લઈ મુક્ત કરવા મ્યુ. કમિશનર દ્વારા લીગલ અભિપ્રાય મેળવી આગળની આનુષંગિક કાર્યવાહી કરવાના કામને મંજુરી આપવામાં આવી.