Rajkot :
દિવાળી આવી રહી છે ત્યારે કર ચોરી કરનાર પર જીએસટી શાખાએ દરોડાનો દોર શરૂ કર્યો છે. રાજકોટમાં આવેલ હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા પાંચ યુનિટ પર જીએસટીએ દરોડા પડી અંદાજે કરોડોની કર ચોરી પકડી છે જેમાં હાલમાં બાલાજી હાર્ડવેર પ્રોડક્ટ, બાલાજી એન્ટરપ્રાઇઝ વગેરે જેવી હાર્ડવેર પ્રોડક્ટ બનાવતા પાંચ યુનિટો પર સી.જીએસટીનું સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ સ્થિત બાલાજી ક્રિએશન, બાલાજી મેટલ પ્રોડક્ટ, મહાવીર મેટલ પ્રોડક્ટ સહિતની પેઢીઓ ઉપર જીએસટીનું સર્વે ઓપરેશન ચાલુ છે,
જે અંગે જીએસટી વિભાગના સર્વેના ઓફિસરો તથા જીએસટી ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવેલ છે. તાજેતરમાં સુરતમાં પડેલા સ્પેશીયલ ઇકોનોમિક ઝોનના યુનિટમાં ડી.આર.આઇ.ના દરોડામાં 1.75 કરોડની કરચોરી સામે આવી હતી. આમ આ સ્થળે તંત્રની માહિતી અનુસાર ડી.આર.આઇ.એ દરોડા પાડ્યા હતા. જેમાં 3 કિલો સોનુ, 122 કેરેટ હીરા અને લક્ઝરી આઇટમો ઝડપાઇ હતી. આમ જીએસટીએ માહિતી તથા સૂત્રોની વિગતો અનુસાર રાજકોટની હાર્ડવેર બનાવતી પાંચ પેઢીઓ પર સેન્ટ્રલ જીએસટીએ દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો… અમદાવાદ એરપોર્ટ પર અનોખા અંદાજમાં દિવાળીની ઉજવણી
જેમાં અંદાજે એક કરોડથી વધુની કરચોરી હોવાનો અંદાજ છે. દિવાળીના તહેવારની સિઝનમાં જ જીએસટી વિભાગ દ્વારા દરોડાના શસ્ત્રો સજાવવામાં આવતા વેપારીઓમાં નારાજગી સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. એક તરફ સિઝનની ઘરાકી જોવા મળી રહી છે બીજી તરફ જીએસટીના અધિકારીઓના દરોડાના કારણે વેપારીઓ થોડા નારાજ હોય તેવું લાગી રહ્યું છે. હાર્ડવેરના વેપારીઓ ત્યાં દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.