Rajkot :
રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતી અને ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. અત્યારે પીડીત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવખત વિવાદમાં આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.
શિક્ષણ જગત માટેની આ કલંકિત ઘટનાને લઈને તટસ્થ તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો… અમદાવાદમાં “સેવા કરમ જીવદયા ફાઉન્ડેશન” દ્વારા અભિયાન
સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો અનુસાર મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા 19 વર્ષીય યુવક પર બે વખત સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. ગત 16મી અને ગત 18મીએ ઓક્ટોબરે પીડિતા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ કરવામાં આવ્યું હતું.
પીડિત જ્યારે સ્નાન કરી રહી રહ્યો હતો ત્યારે નગ્ન અવસ્થામાં તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો બનાવ્યા બાદ તેને આ ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકમેલ કરવામાં આવતો હતો. આ વિદ્યાર્થીઓએ પીડિત યુવકને ત્રણ વિકલ્પ આપ્યા હતા. જેમાં હોસ્ટેલમાંથી બહાર કાઢવા સહિતના વિકલ્પો આપવામાં આવ્યા હતા. યુવક ગભરાઈ ગયો હતો. આ પ્રકારે તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો. જો કે, આ કેસમાં પીડિતે તેના પરિવારજનોને ફોન કરીને હોસ્ટેલમાં ના રહેવા જણાવ્યું હતું. પછી આ મામલે પરીવારજનોએ પૂછતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.