Ahmedabad :
આપણે ત્યાં રસ્તા પર બેઠેલા પ્રાણીઓ રાત્રીના સમયે દેખાતા ન હોય તેથી ઘણા બધા અકસ્માત થાય છે, જે માનવ જીવન અને પશુ જીવન બંને માટે ઘાતક છે. આ પરિસ્થિતિ નિવારવા “સેવા કરમ જીવદયા ફાઉન્ડેશન” દ્વારા રસ્તે રખડતા બધા જ કૂતરાઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું જેથી વાહન ચાલાક દૂરથી પણ પશુને પણ જોઈ શકે અને અકસ્માતથી બચે. મુંબઈ અને પુના શહેરમાં આ પ્રોજેક્ટને સફળતા મળતા ગુજરાતમાં સેવા કરમ જીવદયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં તુલી ચેન્ટ ખાતે આ અભિયાન શરુ કરવામાં આવ્યું. જે વ્યક્તિઓ પોતાની આજુબાજુ ફરતા કૂતરાઓને રેડિયમ બેલ્ટ બાંધવા માંગતા હોય તેઓ મોબાઈલ નંબર 97232 26176 ઉપર ફોન કરી આ કોલર બેલ્ટ મેળવી શકે છે.
સેવા કરમ જીવદયાના ફાઉન્ડર સન્ની રાવલે જણાવ્યું હતું કે, “અમે ઘણીવાર રાત્રિના સમયે પ્રાણીઓને જોવામાં નિષ્ફળ જઈએ છીએ, ખાસ કરીને જ્યારે ગાઢ ધુમ્મસ હોય ત્યારે જોકે, હવે આ રેડિયમ રિફ્લેક્ટિવ કોલર રખડતા પ્રાણીઓને સરળતાથી શોધવામાં મદદ કરશે. નોંધપાત્ર વાત એ છે કે, ઠંડી અને ગાઢ ધુમ્મસ અને ભારે વરસાદને કારણે, દિવસ કે રાત્રિ દરમિયાન જ્યારે નજીકમાં કશું દેખાતું નથી, ત્યારે શેરીઓમાં રખડતા રખડતા પશુઓ ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે છે. કોલરિંગનો વિચાર નાગરિકોને સલામત ડ્રાઇવિંગ તરફ પ્રેરિત કરવાનો અને રસ્તા પર થતી ઇજાઓ અને અકસ્માતોથી પ્રાણીઓનું રક્ષણ કરવાનો છે.
આ પણ વાંચો… એલોવેરા જ્યુસ પીવાથી થાઈરોઈડમાં આરામ મળે છે
આ અભિયાનમાં સામેલ સ્વયંસેવકો નેહલ નાયક અને ડૉ.કવન શાહે વધુમાં જણાવ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે લોકો આ અભિયાન સાથે વધુને વધુ જોડાય અને આ મૂંગા પ્રાણીઓ પ્રત્યે બંધારણ દ્વારા સોંપવામાં આવેલી ફરજોમાં તેમની ભૂમિકા ભજવે. નાગરિકો અને સારા સ્વયંસેવકોની મદદ અને સમર્થનથી જ આપણે વધુ સારું કામ કરી શકીશું.