18.9 C
Gujarat
November 25, 2024
EL News

ફક્ત 210 રૂપિયા જમા કરી દર મહિને મેળવો 5000 રૂપિયા

Share
Business :

કેન્દ્ર સરકાર તરફથી અસંગઠિત ક્ષેત્રના લોકો માટે શરૂ કરવામાં આવેલી સોશિયલ સિક્યોરિટી સ્કીમ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) એ નવો રેકોર્ડ સર્જ્યો છે. અટલ પેન્શન યોજના (APY) એ ભારત સરકાર દ્વારા સમર્થિત અને PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા સંચાલિત બાંયધરીકૃત પેન્શન યોજના છે. આપને જણાવી દઈએ કે આ સ્કીમ 9 મે 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. APY હેઠળ નોંધણી 25 ઓગસ્ટ 2021 સુધીમાં 3.30 કરોડને વટાવી ગઈ છે.

એપીવાયના નિયમો મુજબ 18 થી 40 વર્ષની વય જૂથની વ્યક્તિ માસિક પેન્શન માટે પાત્ર બનવા માટે APY એકાઉન્ટ ખોલી શકે છે. આ યોજના હેઠળ સબસ્ક્રાઇબરને 60 વર્ષની નિવૃત્તિની ઉંમરથી તેના દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે 1,000 થી 5,000 રૂપિયાનું પેન્શન મળે છે.

Measurline Architects
Click Advertisement To Visit

દર મહિને મળશે 5000 રૂપિયાની પેન્શન

આપને જણાવી દઈએ કે અટલ પેન્શન યોજના ઓછા રૂપિયાનું રોકાણ કરીને પેન્શનની ખાતરી આપવા માટે એક સારો વિકલ્પ છે. તાજેતરમાં અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 60 વર્ષ પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ગેરન્ટી આપે છે. અટલ પેન્શન યોજના હેઠળ એકાઉન્ટમાં દર મહિને નિશ્ચિત યોગદાન કરવા પર રિટાયરમેન્ટ પછી 1 હજારથી 5 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળશે. દર 6 મહિને માત્ર 1,239 રૂપિયાનું રોકાણ કરવા પર 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 60,000 રૂપિયા વાર્ષિક પેન્શનની સરકાર ગેરન્ટી આપી રહી છે.

આ પણ વાંચો… અરબીના પાન વડે બનાવો સ્વાદિષ્ટ ગુજરાતીની પાત્રા રેસીપી

દર મહિને જમા કરવા પડશે 210 રૂપિયા

વર્તમાન નિયમો મુજબ જો 18 વર્ષની ઉંમરે માસિક પેન્શનમાં 5000 રૂપિયા મેળવવા માગો છો, તો તમારે દર મહિને 210 રૂપિયા સ્કીમમાં જમા કરવા પડશે. જો આ જ રૂપિયા દર ત્રણ મહિને આપવામાં આવે તો 626 રૂપિયા જમા કરવા પડશે અને છ મહિનામાં 1,239 રૂપિયા ચુકવવા પડશે. 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો, તો તમારે દર મહિને 42 રૂપિયા ચૂકવવા પડશે.

નાની ઉંમરમાં જોડાવા પર મળશે વધુ લાભ

ધારો કે જો તમે 5 હજાર પેન્શન માટે 35 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો 25 વર્ષ સુધી તમારે દર 6 મહિને 5,323 રૂપિયા જમા કરાવવા પડશે. આવી સ્થિતિમાં તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા થશે, જેના પર તમને 5 હજાર રૂપિયા માસિક પેન્શન મળશે. જ્યારે 18 વર્ષની ઉંમરે જોડાવા પર તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા થશે. એટલે કે આ જ પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધુ રોકાણ કરવા પડશે. ઈનકમ ટેક્સની કલમ 80CCD હેઠળ તેમા ટેક્સ છૂટનો લાભ મળે છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ બચત યોજનામાં મળી રહ્યું છે એફડી કરતા વધુ રિટર્ન

elnews

આ શેર ₹650 સુધી જઈ શકે છે, નિષ્ણાતે કહ્યું- ખરીદો, નફો થશે

elnews

જમા કરો 200 રૂપિયા, એકસાથે મળશે 6 લાખથી વધુ

elnews

Leave a Comment

error: Content is protected !!