Ahmedabad :
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે એવામાં કોરોના વાયરસના સબ વેરિયન્ટે ફરી માથું ઉંચક્યું છે જે ગુજરાતની જનતા માટે માઠા સમાચાર છે. કારણ કે ગુજરાતમાં અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ઓમિક્રોન મ્હ્લ.૭નો કેસ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, ભારત સહિત હવે વિશ્વભરમાં ધીરે-ધીરે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. દેશમાં કોરોનાના નવા એÂક્ટવ કેસોની સંખ્યા ૨૬ હજારની નજીક છે. લોકો પણ હવે ધૂમધામથી તહેવારો મનાવી રહ્યાં છે. અમદાવાદમાં કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિયન્ટનાં નવા સબ વેરીયન્ટનો પ્રથમ કેમ નોંધાતા ખળભળાટ મચ્યો છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના મ્હ્લ.૭ સબ વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયાની પુષ્ટિ કરવામાં આવી છે.
અમદાવાદના ડ્રાઇવ ઇન વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ નવા સબ વેરિયન્ટનાં શિકાર બન્યા છે. જા કે દર્દીને દાખલ કરવાની જરૂર પડી નથી, તેમજ તેમની કોઈ વિદેશ હિસ્ટ્રી પણ સામે આવી નથી. સાવચેતીના ભાગરૂપે છસ્ઝ્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા ૧૦ લોકોની પણ તપાસ કરાવાઈ છે. ૧૫ જુલાઈએ દર્દીના સેમ્પલ ગાંધીનગરમાં આવેલા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. જીબીઆરસી દ્વારા જીનોમ સિકવંસિંગ કરવામાં આવતા ઓમિક્રોન વેરિયન્ટનાં નવા સબ વેરિયન્ટ મ્હ્લ.૭ હોવાની જાણ એએમસીને કરાઈ હતી. યુકે, જર્મની, ફ્રાન્સ, યુએસ બાદ હવે ભારતમાં પણ કોરોનાંનો નવો મ્હ્લ.૭ સબ વેરીયન્ટનો કેસ નોંધાયો છે. નવો સબ વેરિયન્ટ બીએફ.૭ કોરોના વેÂક્સનથી બનેલી એન્ટીબોડીને પણ ચકમો આપ્યો હોવાનો પ્રાથમિક અહેવાલ મળ્યો છે.
આ પણ વાંચો…વજન ઘટાડવાનો આહારઃ ઘઉંની રોટલી છોડી આ લોટની રોટલી ખાવાનું શરૂ કરો, વજન ઝડપથી ઘટશે
આગામી દિવસોમાં તહેવાર હોવાથી સૌ કોઈએ નવા વેરિયન્ટથી સાવચેત રહેવાની તબીબોએ સલાહ આપી છે. તબીબો મુજબ બીએફ.૭ સબ વેરિયન્ટનાં લક્ષણો પણ અગાઉ જેવા જ છે પરંતુ શરીરમાં દુખાવો, ગાળામાં ખારાશ, ખાંસી જેવા લક્ષણો રહે તો કોવિડ ટેસ્ટ કરાવવો હિતાવહ છે. કથિત રીતે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે ભારતમાં બીએફ.૭ ના પહેલાં કેસની ખબર પડી છે. ત્યારબાદથી દેશમાં હડકંપ મચી ગયો છે. આ બધા નવા સબ વેરિએન્ટ પર વેક્સીનને લઇને કોઇ નક્કર રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. કેટલાક રિપોર્ટ્;સમાં જણાવવામાં આવ્યું છે કે સબ વેરિએન્ટ વેક્સીનને છેતરવામાં નિષ્ફળ છે. એટલા માટે આગામી તહેવારની સીઝન પહેલાં જ સાવધાની વર્તવાની જરૂર છે. આભાર – નિહારીકા રવિયા આભાર – નિહારીકા રવિયા