Rajkot :
રાજકોટમાં એક બાજુ દિવાળીની મોસમ જામી છે ત્યારે બીજી બાજુ જુગાર ક્લબ ધમધમી: પોલીસ દ્વારા દરોડામાં ચાર શખ્સો ઝડપાયા રાજકોટમાં હાલ દિવાળીની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી બાજુ જુગાર ક્લબ પણ ધમધમી રહ્યા છે.
રાજકોટમાં કારખાનામાં ધમધમતી જુગાર કલબ પર પોલીસે દરોડા પાડી ચાર શખ્સોને પકડી પાડયા છે. સાથે જ તની પાસેથી ૭૦ હજાર રોકડ રકમ કબ્જે કરી છે. રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આવેલ યુફીલ બેવરેજીસ નામના એક કારખાનાના ઑફિસમાં જુગાર ક્લબ ચાલતી હતી. જેની બાતમી લોધિકા પોલીસને મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને પોલીસના આ દરોડામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા હતા. આ દરોડામાં કુલ મળીને ૭૯ હજનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો… SBIએ આપ્યા મોટા સમાચાર, આજથી FDના વ્યાજદરમાં વધારો
દરોડાની વિગત અનુસાર લોધીકા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.1માં આવેલ રાજેશ પારેડીના યુફીલ બેવરેજીસ નામના કારખાનામાં આવેલ ઓફીસની અંદર બંધબારણે ચાલતા જુગારધામમાં દરોડો પાડયો હતો ત્યારે ત્યાં હાજર રાજેશ પારેડી, કાંતી સવજી મુચડીયા, અતુલ પાલા સાગઠીયા અને મંગળુ સામત ખાચરને જુગાર રમતા રંગે હાથો પકડ્યા હતા. તેમની પાસેથી કુલ ૭૦ હજારની રોકડ કબજે કરી હતી અને સાથે ચારેય શખ્શોને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.