Rajkot :
રાજ્યમાં દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજ્યની મહાનગર પાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે રાજકોટમાં આરોગ્ય શાખા દ્વારા વિવિધ ફરસાણ તેમજ નીઠાઈની દુકાને સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. શહેરની જનતાના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય શાખા દ્વારા ચેકીંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
રાજકોટમાં તહેવારોમાં જ ભેળસેળ યુક્ત તેમજ નકલી ઘી ધાબડી દેવામાં આવે છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે ચેકીંગ દરમિયાન ઘીના જથ્થાનો રિપોર્ટ ચકવનારો આવ્યો હતો. રાજકોટ શહેરમાં બજરંગવળી મેઇન રોડ પર સહજ કોમ્પ્લેક્ષમાં અંશ ફૂટવેર નામની દુકાનમાં ચેકિંગ કરતા આરોગ્ય વિભાગને ઘીનો જથ્થો મળી આવ્યો હતો અને આ જથ્થાનો રિપોર્ટ ખુબ જ ચોંકાવનારો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પકડાયેલા આ ઘી ના જથ્થામાં કેમિકલ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આ મામલે ભેળસેળ યુક્ત ઘી નું વેંચાણ કરતા વેપારીને સજા અને દંડ ફરકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો… અમદાવાદમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ ટીમના દરોડા
આ ઉપરાંત શહેરમાં હુડકો વિસ્તારમાંથી પણ અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. આ અખાદ્ય મીઠાઈમાં 12 કિલો વાસી મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો અને તેનો નાશ કર્યો હતો. નોંધનીય છે કે મહાનગર પાલિકા દ્વારા તહેવારો દરમિયાન ફૂડ શાખાનું ચેકીંગ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું અને આગળ પણ હજુ કરવામાં આવશે. કોઠારીયા રોડની શ્રી નવરંગ ડેરી ફાર્મ ખાટતી 12 કિલો વાસી મીઠાઈનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મિક્સ દૂધ તેમજ અન્ય મીઠાઈના નમૂના પણ ફેઈલ થયા હતા.
રાજ્યમાં દિવાળી તહેવારનો માહોલ છે ત્યારે રાજકોટ શહેરમાં દર વર્ષની માફક મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતું હોય છે. જો કે શહેરમાં મનપાની ફૂડ શાખા દ્વારા વિજયનગર વિસ્તારમાં આવેલી 14 મીઠાઈનોની દુકાનોમાં પણ ચેકીંગ હાથ ધરાઈ હતી. આ સાથે માનપણી ફૂડ શાખા દ્વારા પાંચ જેટલી પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી હતી.