Business :
અત્યારે સ્ટોક માર્કેટમાં IPOની ભરમાર જોવા મળી રહી છે. IPOમાં રોકાણ કરનારા માટે વધુ એક કમાણીની તક આવી રહી છે. આજથી માર્કેટમાં વધુ એક કંપનીનો IPO ખુલ્યો છે. આ કંપનીનું નામ Tracxn Technologies Limited (TTL) છે. આ IPO 10 ઑક્ટોબરથી લઇને 12 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે.
કંપનીનો સમગ્ર આઇપીઓ ઑફર ફોર સેલ હશે. આ અંતર્ગત કંપની 3,86,72,208ના ઇક્વિટી શેર્સના વેચાણથી 310 કરોડ રૂપિયા એકત્ર કરશે. ઓફર ફોર સેલનો અર્થ એ છે કે ઇક્વિટી શેર્સનું વેચાણ કરીને એકત્ર કરાયેલા તમામ નાણાં પ્રમોટર તેમજ જૂના શેરધારકોને મળશે. આ IPO બાદ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 50.98થી ઘટીને 35.65 ટકા થઇ જશે.
પ્રાઇસ બેન્ડ
કંપની દ્વારા શેરની પ્રાઇઝ બેન્ડ 75-80 રૂપિયા રાખવામાં આવી છે. આ આઇપીઓમાં 185 શેર્સનો એક લોટ બનાવવામાં આવ્યો છે. આ શેરમાં રોકાણ કરવા માટે રોકાણકારે 185 શેર્સ અથવા 14,800 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. રોકાણકાર વધુમાં વધુ 13 લોટ્સ માટે એપ્લાય કરી શકે છે.
આ પણ વાંચો… ગરમ મસાલો ખાવાના ફાયદા
એલોટમેન્ટ ક્યારે થશે
Tracxn Technologiesનો આઇપીઓ 12 ઑક્ટોબરના રોજ બંધ થશે. તેના પાંચ દિવસ બાદ 17 ઓક્ટોબરના રોજ શેર્સનું એલોટમેન્ટ થઇ શકે છે. તેનું લિસ્ટીંગ 20 ઑક્ટોબરના રોજ NSE અને BSE પ્લેટફોર્મ પર થશે.
કંપની શું કરે છે?
TTLની સ્થાપના વર્ષ 2012માં થઇ હતી. આ દુનિયાની એક મોટી માર્કેટ ઇન્ટેલિજન્સ ડેટા કંપની છે. કંપની પાસે એસેટ લાઇટ બિઝનેસ મોડલ છે. ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચુઅલ રિયાલિટી, રોબોટિક્સ, બ્લોક ચેઇન ટેક્નોલોજીમાં કારોબાર કરે છે.