Surat :
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના દિલ્હીના મંત્રીએ કરેલા વિવાદિત નિવેદનના પડઘા ગુજરાતમાં ઠેર ઠેર પડી રહ્યા છે. એક તરફ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વિરોધ થઇ રહ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટીના નેતા ગુજરાતમાં એક પછી એક પ્રવાસ કરી રહ્યા છે. જો કે દિલ્હીના મંત્રીના હિન્દૂ દેવી દેવતા વિરુદ્ધ કરેલા વિવાદિત નિવેદનને કારણે આજે સુરતના લીબાયત મહારાણા ચોક ખાતે હિન્દૂ સંગઠન દ્વારા દિલ્હી મંત્રી અને અરવિંદ કેજરીવાલ સામે ઉગ્ર વિરોધ નોંધવાર્યો હતો.
આ પણ વાંચો… એક વાર લગાવો 40,000 રૂપિયા અને દર મહિને કમાવો 2 લાખ
સુરત ખાતે આજે હિન્દૂ સંગઠનના મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આમ આદમી પાર્ટીનો વિરોધ પોસ્ટર લઈને કર્યો હતો. કાર્યકર્તાઓ બેનરો લઈને આમ આદમી પાર્ટી વિરુદ્ધ સુત્રોચાર કર્યો હતો. આમ આદમી પાર્ટી હિન્દૂ વિરોધી પાર્ટી હોવાના બેનરો સાથે સુત્રોચાર કર્યો હતો. આ ઉપરાંત કેજરીવાલ ગો બેક ના નારા લાગ્યા હતા. ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક સીટ પર ચૂંટણી લડવાની હોય તે માટે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન જ સુરતમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાયો હતો. જો કે ગઈકાલે અરવિંદ કેજરીવાલની સભામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.